________________
પણ હસ્વ દીર્ધ ઈકારનું રોકાણ તે જેમનું તેમ રહેજ, પણ તે અનિવાર્ય હતું અને એક માત્રા એટલે તેને બહોળો ઉપયોગ પણ નહતો. ઉપર ને બદલે બાજુ પર માત્રા કરવાથી લખાણની સ્પઆતા વધારે જળવાય અને તાડપત્રનું રોકાણ ઓછું થાય એ વિચાર બાજુપર માત્રા કરવાની પદ્ધતિના મૂળમાં હોય એ બનવાજોગ છે. તેમજ કાગળો આવતાં એ અડચણ દૂર થઈ ગયેલી લાગી હોય એ પણ બનવાજોગ છે. ગમે તેમ હો, આપણે જોવાનું છે તે એટલું છે કે સંવત ૧૬૦૦ સુધીની નાગરી લિપિ પડીમાત્રાની લિપિ હતી. જૂનાને વળગી રહેવા ઈચ્છનારાઓએ સં. ૧૬૦૦ પછી પણ કઈ કઈ પુસ્તક પડીમાત્રામાં લખ્યાં છે અને કેટલાક જૈનએ તે તેને પિતાની લિપિ માની લઈને બને તેટલું તેનું અનુસરણ હજુ સુધી ચાલતું રાખ્યું છે, પણ સામાન્ય નિયમ તરીકે હરકોઈ પુસ્તકની લિપિ જોઈને અનુમાન કરી શકાય કે આ પુસ્તક સત્તરમા શતક પહેલાં લખાએલું છે કે પછી.
જૂની ગુજરાતીના કાળે કેટલાક વર્ષો લખવા બેસવાની રૂઢિ હાલના કરતાં જરા જુદી હતી. જેનો ઉચ્ચાર “ન' કરતા, એથી
જીવ, જેણે, જે જે, જમણવાર, જગત, વજ,” એવા જકારવાળા બધા શબ્દોમાં “જને ઠેકાણે “ય” લખતા. જૂની પ્રતિમાં લખાચેલા એવા શબ્દોને આપણે “પીવ, એણે, જેયો, યમણવાર, યગત, વયર એમ વાંચીએ, પણ તે કાળના લેકે તે “ધને ઉચ્ચાર “જ” કરતા હોવાથી લખેલે ‘ય’ હોય પણ વાંચતી વખતે તે જ જ વાંચતા. નું પણ એજ પ્રમાણે છે. “વરને ઠેકાણે છૂટથી “ષ લખવામાં આવતો હતો. ખાસ કરીને જ્યારે “કુને “ખ” જોડવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com