________________
રોમાંથી પસાર થઈ છે તે પ્રજાની ભાષા એક સરખી ચાલતી રહે એ શું બનવાજોગ છે? હરકેઈ પ્રજા અજ્ઞાનાવસ્થામાંથી પસાર થતી હોય છે તે વખતે તેની ભાષાનું અશુધ્ધ રૂપાંતર થવાનું કામ બહુ ઝપાટાબંધ ચાલતું રહે છે. આવી વખતે એ પ્રજાની ભાષા ઉપર વ્યાકરણ કે કોષનું નિયમન હોતું નથી, તેમ શિષ્ટજનનાં આદર્શરૂપ વાકયો પણ તેમને અલભ્ય થઈ પડે છે. બીજા બોલતા હોય તેમ બોલવું,” એ એકજ ધોરણ ઉપર તેમને દરવાવાનું હોય છે. અમદાવાદના સુલતાનોના અમલમાં ગુજરાતી પ્રજા આ સ્થિતિમાં હતી. ઉત્તર ગુજરાતમાં મુસલમાનોનું જોર વધી પડવાથી ત્યાંનાં ભરછક વસ્તીવાળાં ગામ ભાગી ભાગીને લેકે સુરત ભરૂચના દુરના પ્રદેશમાં નાસતા હતા. પછી પાછાં જુનાગઢ અને ચાંપાનેર પણ તૂટયાં ને ગુજરાત કાઠિયાવાડમાં સર્વ સ્થળે નાસભાગ ચાલી. પિતાને જીવ, પિતાનાં સગાંસંબંધીઓની આબરૂ, પિતાનો ધર્મ અને બની શકે તે પિતાની માલમીલકત સંભાળવી એજ દરેકના ચિંતનને મુખ્ય વિષય થયો. શાસ્ત્રાભ્યાસ અને જ્ઞાન ઘરમાં પેસીને ગોખી રાખનારા સિવાય બીજાઓને માટે અલભ્ય થયું. આવા કાળમાં ભાષા જેવાતેવાજ રૂપમાં જળવાઈ રહે એ શું બનવાજોગ છે? એક પછી એક પેઢીઓ અભણ અવસ્થામાં પસાર થતી ગઈ તેમ તેમ ભાષા નવું નવું રૂપ પામતી ગઈ. સુલતાની રાજ્યકાળનાં ત્રણસેં વર્ષમાં ગુજરાતી ભાષાના બે અવતાર થયા તેનું કારણ આ છે. આ કારણને લીધેજ નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષાનું પૂર્વ રૂપજૂની ગુજરાતી ભાષા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com