________________
૭
થયા તે પહેલાં લખાયેલી નરસિંહ મહેતાનાં પદની કાઈ પ્રતિ મળતી નથી, તે છે.
પ્રકાર
ઉકારવાળા શબ્દો
સત્તરમા શતકમાં જૂની ગુજરાતીને યુગ ખદલાઇ ગયા પછી નવા યુગના ગાનારાઓને તેમજ પદાને ઉતારા કરી લેનારાઓને અમાં ગુચવણુ કરનારા જૂના કાળના સાચવી રાખવાની જરૂર નહેાતી, ભજનના રાગ, અ અને સરળતા એજ એમને જોઇતુ હતું, ને ઉચ્ચારના સ્વાભાવિક પ્રવાહમાં તેટલુંજ સચવાતું હતું. નરસિંહ મહેતાની પેઠે શ્રીધર, ભાલણુ, ભીમ, નાકર અને બીજા ઘણા જૂના કવિઓના કાવ્ય ભાષાના નવા યુગમાં નવું રૂપ પામીને ગવાયાં છે અને નવું રુપ પામીને લખાયાં છે. ભાષાના જૂના યુગમાં લખાયેલી પ્રતીએ મળતી જાય છે તેમ તેમ આ વાત વધારે વધારે અજવાળામાં આવતી જાય છે.
સંવત્ ૧૫૪૧માં સિદ્ધપુરમાં થયેલા ભીમ કવિએ ‘ રિ લીલા ઘેાડશ કળા' નામનું કાવ્ય રચ્યું છે. એ કાવ્યની સંવત્ ૧૬૮૫માં લખાએલી પ્રતિ ઉપરથી સાક્ષરશ્રી નવલભાઇએ સન ૧૮૭૩નાં ગુજરાતશાળાપત્રમાં જૂની ગુજરાતીભાષાના નમુના તરીકે ચૈાંડા ઉતારા પ્રસિદ્ધ કર્યાં છે, તે અને બૃહત્ કાવ્યદોહન ’માં એ આખુ કાવ્ય પ્રસિદ્ધ થયું છે એ બેઉના નમુના આ પ્રમાણે છે.
:
* આ પ્રતિ ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી'માં હોય એમ લાગે છે. “સાસાયટી’ની એક્સમાં આ કાવ્યની સંવત્ ૧૫૭૪માં લખાયેલી પ્રતિ પણ છે, એવુ નનેવારી ૧૯૧૪ના ‘બુદ્ધિપ્રકાશ’ ઉપરથી જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com