________________
“મુખ્ય સ્વરૂપમાં ગુજરાતી ભાષા પશ્ચિમની હિંદી સાથે ને. તિથી પણ વિશેષ રાજસ્થાની ભાષા સાથે મળતી આવે છે.” (શાળાપત્ર )
ગૌડી અથવા મહારાષ્ટ્રીય મૂળકરતાં શૌરસેની સાથે ગુજરાતીને વધારે સંબંધ છે; કારણ કે આ પ્રાંતના પ્રથમ વસનારે લેકેને પૂર્વ અને અગ્નિ કેણ સાથે વધારે લાગતું વળતું હતું.”
- (ડ. હરિલાલ હ. ધ્રુવને પશ્ચિમ હિંદુસ્તાનની ભાષાઓને નિબંધ. બુદ્ધિપ્રકાશ ફ8)
, “ફેસર મી. ડેવિસને મત એવો છે કે આપણું ભાષાને પાલી સાથે અધિક નિકટ સંબંધ છે.” (બુદ્ધિમકાશ પૃ. )
ગુજરાતી ભાષા ગુજરાતથી જે ઉત્તરમાં દેશે છે તેમની ભાષાઓ જોડે ઘણી મળતી છે. કારણે કે ગુજરાતના લોકો ઉત્તરમાંથી આવેલા છે.” (ગુજરાતી ભાષાને ઇતિહાસ)
જેનર્કવિઓનાં કાવ્યોમાં પ્રાકૃત કે મગધી ભાષાના શબ્દો ઘણું આવે છે માટે જૈનકાવ્યની ભાવા તે ખરેખરી ગુજરાતી ભાષા કહી શકાય નહિ, એ પણ એક આક્ષેપ કરવામાં આવે છે. આ આક્ષેપ ઘણુંખરૂં અઢારમા શતકના જૈન કવિઓનાં કાવ્યો ' જોઈને ઉભું કરવામાં આવ્યો હોય છે. નવી ગુજરાતીના યુગના જૈન
સાધુઓ જૂની ગુજરાતીમાં લખાયેલી ટીકાઓ વાંચવાને લીધે જૂની ગુજરાતીથી જાણીતા રહેતા, ને તેથી લેકચ્ચારમાં વપરાતાં એકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com