________________
અપભ્રંશ ભાષા ગુજરાતીભાષા તરીકે ઓળખાતી થઈ તે પહેલાં ઘણુંખરા પ્રાકૃતિકગ્રંથ ઉપર સંસ્કૃત ટીકાઓ લખાઈ ગઈ હતી અને નવી પ્રથા રચના ઘણુંખરૂ સંસ્કૃતમાંજ થતી હતી. મુસલમાની રાજઅમલમાં આ પરંપરા તૂટી. રાજકર્તાઓના જુલમથી હિંદુઓના ધર્મ અને ધર્મગ્રંથને સંતાઈ રહેવાની જરૂર પડી. પઠન પાઠનની પરંપરા તુટી ગઈ. વ્યવહાર અને વિદ્યારે તે પહેલાં પણ બનતું નહોતું, તે અણબને નાવ હવે વધ્યો. લેકે કેવળ અભણ થયા એટલું જ નહિ પણ બ્રાહ્મણ વગેરે ઉપદેશવર્ગમાં પણ વિદ્યાને ઉડા અભ્યાસ–ની તાણ પડતી. ગઈ. અવિદ્યા અંધકારમાં લેકભાષાના શબ્દો ગમેતેમ ધકેલાવા લાગ્યા અને મુસલમાનોના સહવાસથી અરબી ફાર્સને ભેળ થવા માંડ્યો. આ સ્થિતિમાં મુંજરાતી ભાષાને જન્મ થયો. સંસ્કૃત દુષ્માપ્ય થતું. ગયું તેમ તેમ દેશ્યભાષાના સાહિત્યની જરૂર વધતી ગઈ. લેકભાષા અને વિદ્યાને મેળ નહિ મળવાને લીધે લોકભાષા કેવળ વ્યવહારોપયોગી શબ્દોની બની ગઈ હતી. તેને હવે સાહિત્ય સાથે સંબંધ બંધાયો. સંસ્કૃતના ભોગે દેશ્ય ભાષા હવે પોષાવા લાગી. કથાવાર્તા કરનાર ઉપદેશકકાની અનુકૂળતા માટે સંસ્કૃત ગ્રંથ ઉપર ગુજરાતી ટીકાઓ લખાવા માંડી તેમજ લેકેની ધર્મજીજ્ઞાસાનું પષણ કરવા પૌરાણિક આખ્યાના દેશ્યભાષામાં અનુવાદ થવા લાગ્યા બ્રાહ્મણને સંસ્કૃતમાંથી આખ્યાને ઉતારવાનાં હતાં તેમ જેનોને પણ સંસ્કૃતમાંથી રાસ ઉતારવાના હતા. સંસ્કૃતમાંથી ઉતારાતી કથાઓમાં
સંસ્કૃતભાષા તદ્દન લપાઈ ગઈ હતી એમ કહેવાને હેતુ નથી. આ કાળમાં અને તે પછીના કાળમાં પણ સંસ્કૃતમાં ગ્રંથરચના થઈ છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સંસ્કૃતજ્ઞાનની સપાટી હેઠી ઉતરી ગઇ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com