________________
સંગ્રહાયેલા બુદ્ધ ધર્મના ગ્રંથ એ જોતાં પ્રાકૃતભાષાને ઇતિહાસ ૨૫૦થી ૩૦૦૦ વર્ષ જેટલે લંબ થાય છે.
અપભ્રષ્ટ થયેલી વૈદિક ભાષા વધારે બગડતી અટકાવવા પાણિનિ મુનિએ નિયમબદ્ધ કરી સુધારી, તે સંસ્કાર પામેલી-સંસ્કૃત ભાષા કહેવાઈ. આ ભાષા પંડિતની અને પુસ્તકની ભાષા થઈ. લોકભાષા તરીકે તો અપભ્રષ્ટ થયેલી વૈદિકભાષા ચાલતી હતી તે જ બોલી ચાલતી રહી. વખત જતો ગયો તેમ તેમ પ્રાન્તની સ્થિતિરીતિની ભિન્નતાને લીધે જુદા જુદા પ્રાન્તની ભાષા જુદું જુદું વલણ લેતી ગઈ અને તે તે પ્રાન્ત કે પ્રજાના નામ પ્રમાણે જુદા જુદા નામે ઓળખાતી થઈ
સંસ્કૃતભાષા પુસ્તકોની ભાષા થઈ રહી તે કાળ અને હાલની ગુજરાતીભાષા લેકભાષા તરીકે ચાલતી થઈ એ કાળ વચ્ચે લગભગ અઢી હજાર વર્ષ જેટલું અંતર મૂકવું પડે. આ અઢી હજાર વર્ષ જેટલા લાંબા કાળની ભાષાના ઈતિહાસથી આપણે અજાણ્યા રહીએ, તો તે અજ્ઞાન જેવું તેવું ગણાય નહિ. આપણી હાલની સ્થિતિને અને હાલની આપણી ભાવનાઓને લાંબે ઇતિહાસ એ કાળની ભાષામાં સમાયેલું છે. મોટાં મોટાં રાજકીય પરિવર્તન, મોટાં મોટાં સામાજિક પરિવર્તન અને મોટાં મોટાં ધાર્મિક પરિવતેને એ કાળમાં થયાં છે. આપણા પૂર્વજોની પ્રાચીન રીતભાત, વિચાર, મત અને અનુભવોની છાપ એ ભાષાના શબ્દો પર છપાઈ રહી છે. જો કે એ કાળે ગ્રંથ રચના સંસ્કૃતમાં થતી હતી, તે પણ પ્રાકૃતભાષા કંઈ છેક સાહિત્ય વગરની નહોતી. પ્રાકૃત બેલનારા આપણા પૂર્વજેમાં જ્ઞાન અને અનુભવની ઉર્મિઓ ઉભરાઈ ન હોય કે ઝીલાઈ ન હોઈ એ બનવાજોગ જ નથી. ચંડનું “પ્રાકૃતલક્ષણ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com