________________
૧૦
પ્રાતિક પ્રજાઓના મિશ્રણનું પરિણામ હાલની ગુજરાતી પ્રજા છે. તેમ જુદી જુદી પ્રાન્તિક ભાષાઓના મિશ્રણનું પરિણામ હાલની ગુજરાતી ભાષા છે. જે જે પ્રાન્તની પ્રજાએ ગુજરાતમાં વાસો કર્યો તે તે પ્રાન્તની પ્રાકૃત ભાવિભાષાની કારણભુત થઈ.
જે ભાષા વ્યાકરણ અને કેશથી નિયમિત થઈ હૈય, જે ભાષાનું સાહિત્ય બહોળું વિસ્તાર પામેલું અને લોકપ્રિય હોય, જે ભાષા કેળવણી પામેલા જનસમૂહની લેકભાષા હોય અને જે ભાષાને પરભાષા બોલનારી પ્રજાને સંપર્ક બહુ ઓછો હોય, તે ભાષા ઘણું લાંબા કાળ સુધી જીવતી રહી શકે. એથી ઉલટું જે ભાષાને એ સાધને પ્રતિકૂળ હોય તે ભાષા બહુ જલદી રૂપાંતર પામી જાય. પ્રાકૃતભાષાને બંધારણવાળી સંસ્કૃત ભાષાને બહુ સારે સહાયો હતો અને તે બોલનારો લેક્સમૂહ કેળવાયેલો હતો, પણ તેનું સાહિત્ય બહુ અલ્પ હતું, તેમ પરદેશી પ્રજાઓને સંપર્ક તેને અહર્નિશ દૂષિત કર્યા કરતા હત; આ પ્રતિકૂળ સંજોગોને લીધે વૃદ્ધાવસ્થા પામેલા માણસની પેઠે ક્ષીણ થતાં થતાં તે રૂપાંતર પામી ગઈ પ્રાકૃતભાષા જ્યારે રૂપાંતર પામી તે નક્કી કરવા જેવું ખાત્રી ભર્યું સાહિત્ય વિદ્યમાન નથી, અનુમાનથી એમ કહી શકાય કે વિક્રમ સંવતનું સાતમું આઠમું શતક તે પ્રાકૃતભાષાને અંતકાળ અને અપભ્રંશ ભાષાને આરંભકાળ. પ્રાકૃતનું રૂપાંતર થઈને જે ભાષા ચાલતી થઈ તેનું નામ અપભ્રંશભાષા. જો કે અપભ્રંશભાષા એ શબ્દ પ્રાકૃત ભાષાની પેઠે વિશાળ અર્થમાં પણ વપરાતો હતો અને આભીરી (આહીર) વગેરે ખાસ ભાષાઓને પણ તે લગાડવામાં આવતું હતું, છતાં વિશેષે કરીને ગુજરાતી અને માળવામાં ચાલતી આઠમા શતક પછીની ભાષાને અપશભાષા એ નામ આપવામાં આવ્યું છે. માળવાના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com