________________
જુદી પડતી હોવા છતાં ભાષા તરીકે એક ભાષા હતી ને બધી ભાષાએ પ્રાકૃતભાષા એ એકજ ભાષાના નામે ઓળખાતી હતી. જૂનામાં જૂનું અને પ્રતિષ્ઠા પામેલું મગધના પંડિત વરરૂચિકૃત “ઘાત પ્રવરી' નામનું પ્રાકૃતભાષાનું વ્યાકરણ છે, એ વ્યાકરણ વડે જેમ જૈન સૂત્રો સમજી શકાય છે, તેમ પૈઠણના રાજા સાતવાહને રચેલું. રાણા સત્તરાણઃ મહારાષ્ટ્રીપ્રાકૃતમાં છે, તે પણ સમજી શકાય છે. હેમચંદ્રાચાર્યે પ્રાકૃતભાષાનું વ્યાકરણ રચ્યું છે, તેમાં પ્રાકૃત ભાષાના નિયમો સમજાવવા ૯૨૯ સૂત્ર આપ્યાં છે. સર્વ પ્રાકૃતભાષાને લાગુ પડતાં એ સૂત્રો પછી શૂરશેની ભાષા માટે ૨૭ સૂત્રો, માગધી ભાષા માટે ૧૬ સત્ર, પૈશાચિકભાષા માટે ૨૨ સૂત્રો, ચૂલિકાપૈશાચી માટે ૫ સૂત્રો અને અપભ્રંશ ભાષા માટે ૧૨૧ સૂત્રો આપીને એટલા અંશમાં એ ભાષાઓ એક બીજાથી જુદી પડતી છે, એમ બતાવ્યું છે, આ સૂત્ર સંખ્યા ઉપરથી જોઈ શકાય કે પ્રાકૃત નામે ઓળખાતી ભાષા કેટલી વ્યાપક હતી અને પ્રાન્તિક ભાષાભેદ કેટલે ન હતો.
પ્રસિદ્ધયાકરણ હેમચંદ્રાચાર્ય કહે છે કે જૈનસૂત્રો અર્ધમાગધીમાં છે. આપણે અનુમાન કરી શકીએ કે અર્ધમાગધી તે બીજી કઈ નહિ પણુ ગુજરાતની તે કાળની લોકભાષા હોવી જોઇએ. અર્ધમાગધી શબ્દને ભાવાર્થ એટલે જ હોઈ શકે કે કંઈક શબ્દો માગધી છે અને કંઈક બીજા પ્રકારના છે, અથવા એમ પણ હોઈ શકે કે તે માગધી ભાષા સાથે મળતી છે પણ માગધીભાષા નથી. પાછળ કહેવામાં આવ્યું તેમ
- કાળની સર્વ ભાષાઓ એક ભાષા જેવી હતી, સર્વ સગી બહેને હતી અને સર્વને સંસ્કૃત સાથે સીધો સંબંધ હતી, એટલે માગધી સાથે જેમ ગુજરાતી પ્રાકૃત મળતી છે તેમ મહારાષ્ટ્ર પ્રાકૃત પણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com