________________
વિમળ પ્રબંધના ઉપઘાતમાં સ્વર્ગસ્થ મણિલાલ બકેરભાઈ વ્યાસનું ગુજરાતી ભાષાની ઉત્પત્તિ વિષે
વિવેચન
રિપબિવંય સંવત ૧૫૬૮ માં પાટણના જૈન મુનિ લાવણ્ય-સમય ગણિએ રચ્યો છે અને તેની સંવત ૧૫૮૪માં લખાયેલી પ્રતિ પ્રમાણે અક્ષરશઃ તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે એટલે સાળમાં શતકની ભાષાના નમુના તરીકે સાહિત્યમાં આ પુસ્તકનું સ્થાન છે. સોળમાં શતકની ભાષા જૂની ગુજરાતી ભાષા છે. આ ભાષાના સ્વરૂપથી . ગુજરાતના સામાન્ય વાંચકે કેવળ અજાણું છે, તેમ પ્રતિષ્ઠિત લેખકે - સુદ્ધાં એને એના ખરા સ્વરૂપમાં ઓળખતા નથી. રાહુ, ધ કે રિ પર જોતાની સાથે કાં તો એમ પૂછવામાં આવે છે કે આ કઈ ભાષા છે, અથવા એમ કહી દેવામાં આવે છે કે આ તો જેન–માગધી ભાષા છે. પરિસ્થિતિ આવી હોવાને લીધે જૂની ગુજરાતી (ભાષા) સંબંધી ખુલ સો કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે.
ખુલાસાની ભૂમિકા તરીકે ગુજરાતી ભાષાના ઈતિહાસ પર જરા નજર ફેરવી જવી જોઈએ.
છેક અજ્ઞાન લેકે સિવાય બીજું કાઈ એમ ધારે નહિ કે આપણે હાલ બેલીએ છીએ તે ભાષા અનાદિ કાળથી આવા ને આવાજ રૂપમાં ચાલતી રહેલી હોવી જોઈએ. વ્યુત્પત્તિ શીખતા વિદ્યાર્થીઓ જાણે છે કે ગુજરાતી ભાષા અપભ્રંશ ભાષામાંથી ઉત્પન્ન થઈ છે, અપભ્રંશ ભાષા પ્રાકૃત ભાષામાંથી ઉત્પન્ન થઈ છે, અને પ્રાકૃતભાષા સંસ્કૃત ભાષામાંથી ઉત્પન્ન થઈ છે. સંસ્કૃત અને ગુજરાતી વચ્ચે ભાષાના બીજા બે અવતાર હોવાનું શિક્ષકોના જાણવામાં હોય છે,
પણ એ અવતારોનું સ્વરૂપ તેમના અંતઃકરણપર પ્રતિબિંબિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com