________________
સૂત્ર ૧૦૧૧, પૃ. ૩૪
આ સૂત્રમાં વિભિન્ન પ્રકારની ગતિઓ તથા બલનું વિવરણ છે. ગમન-ગતિ-ઇચ્છાનુસાર, પ્રીતિકર, મન જેવી વેગવતી અમિત.
ગતિ - કુટિલ ગતિ, લલિત ગતિ, આકાશ ગતિ, ચક્રવાલ ગતિ, ચપલ ગતિ, ગર્વિત ગતિ, પુલિત (આકાશ) ગતિ, ચંચલ ગતિ.
બુલ – અમિત
શિક્ષા-ગતિ –લંઘન (ઓળંગવું), વલ્ગન (કૂદવું), ધાવન (દોડવું), ધોરણ (ગતિ ચાતુર્ય), ત્રિપદી (ભૂમિ પર ત્રણ પગ મુકવા) વિની (વેગવતી)
દાશમિક સંકેતનામાં સંખ્યાઓ ૧૬૦૦૦, ૮૦૦૦, તથા ૨૦૦૦ છે.
સૂત્ર ૧૦૧૨, પૃ. ૪૦
અહીં અલ્પબહુત્વ અનંતગુણા રૂપમાં આપવામાં આવ્યું છે.
સૂત્ર ૧૦૧૩, પૃ. ૪૨
અહીં દામિક સંકેતનાનો ઉપયોગ છે.
સૂત્ર ૧૦૧૪, પૃ. ૪૪
સૂર્ય એક મુહૂર્તમાં મંડળના ૧૦૯૮૦૦ ભાગોાંથી પિરિધના ૧૮૩૫ ભાગ ગતિ કરે છે.
ચંદ્રમાં એક મુહૂર્તમાં મંડળના ૧૦૯૮૦૦ ભાગમાંથી વિધિના ૧૮૩૦ ભાગ (જેટલી) ગતિ કરે છે. તિ. ૫. ભાગ ૧/૭માં આ ભાગોને ગયણખંડ (ગગનખંડ) કહેવામાં આવ્યા છે.
સૂત્ર ૧૦૧૫, પૃ. ૪૫
ગતિ અલ્પબહુત્વમાં શીઘ્ર, અલ્પનો ઉપયોગ થયો છે.
સૂત્ર ૧૦૧૬, પૃ. ૪૫-૪૬
3, 3, ε
ઋષિ અલ્પબહુત્વમાં મહા અને અલ્પનો ઉપયોગ થયો છે.
સૂત્ર ૧૦૧૭, પૃ. ૪૬
અહીં ચંદ્ર સૂર્યાદિના સમૂહના અલગ-અલગ સમૂહો માટે પિટક શબ્દનો પણ પ્રયોગ થયો છે. પ્રાકૃતમાં એને પિડય કે પિડગ કહેવામાં આવ્યા છે. પિટકનો શબ્દાર્થ સન્દૂક, પિટારી (દાબડો કે પેટી ) વગેરે થઈ શકે છે. પ્રત્યેક પિટકમાં બે ચંદ્ર, બે સૂર્ય, ૧૭૬ ગ્રહ, ૫૬ નક્ષત્ર છે. આ પ્રમાણે ૬૬ પિટક ગ્રહો તથા નક્ષત્રો મનુષ્ય લોકમાં છે. પિટક શબ્દ મહત્વપૂર્ણ છે.
સૂત્ર ૧૦૧૮, પૃ. ૪૬
અહીં પંક્તિઓ શબ્દ મહત્વપૂર્ણ છે. પ્રત્યેક પંક્તિમાં ૬૬ ચંદ્ર સૂર્ય છે. એવી ૪ પંક્તિઓ મનુષ્ય લોકમાં છે. પ્રત્યેક પંક્તિમાં ૬૬ ગ્રહ છે. ગ્રહોની ૧૭૬ પંક્તિઓ મનુષ્ય લોકમાં છે.
પ્રત્યેક પંક્તિમાં ૬૬ નક્ષત્ર છે. નક્ષત્રોની ૫૬ પંક્તિઓ છે.
સૂત્ર ૧૦૧૯, પૃ. ૪૬
ચંદ્ર, સૂર્ય, ગ્રહોમાં બધા મંડળ (વીથીઓ) અનવસ્થિત અસ્થિર છે. તે મેરૂની પ્રદક્ષિણા કરે છે. એ 'અનવસ્થિત (શબ્દ) અત્યંત મહત્વપૂર્ણ છે.
નક્ષત્ર અને તારાઓમાં બધા મંડળ અવસ્થિત સ્થિર છે અને તે પણ મેરૂની પ્રદક્ષિણા કરે છે.
સૂત્ર ૧૦૨૦, પૃ. ૪૭
અહીં મહત્વપૂર્ણ તથ્ય એ છે કે - ચંદ્ર સૂર્ય કેવલ પોત-પોતાના મંડળો- આભ્યન્તર, બાહ્ય તથા તિર્યક્ષેત્રમાં મંડળ સંક્રમણ કરે છે. પણ મંડળોથી ઉર્ધ્વ અને અધો ક્ષેત્રમાં સંક્રમણ કરતા નથી. એના આ પ્રકારે orbital planes છે. (જે) આધુનિક સંદર્ભમાં તુલના કરવા યોગ્ય છે.
સૂત્ર ૧૦૨૧, પૃ.૪૭
અહીં મનુષ્ય ક્ષેત્રમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા અસ્થિર તથા મનુષ્ય ક્ષેત્રની બાહર તે અવસ્થિત (ગતિ - સંચરણ હીન) દર્શાવાવામાં આવ્યાં છે. આ શોધનો વિષય છે તથા આધુનિક સંદર્ભમાં ઉપયુકત છે. સૂત્ર ૧૦૨૨, પૃ. ૪૭
દ્વીપ સમુદ્રોના જ્યોતિકોની સંખ્યા કાઢવા માટેની પ્રારંભિક વિધિ આપવામાં આવી છે. તિ. ૫. ૧/૭, પૃ. ૭૬૪ વગેરેમાં સપરિવાર ચંદ્રો લાવવાનું વિધાન (કથન) દૃષ્ટવ્ય છે. અહીં રજુ (દોરડા) ના અદ્ભુચ્છેદ તેમજ અન્ય ગણનાનું અવલંબન ક૨વામાં આવ્યું છે.
Jain Education International
+ 22
For Private & Personal Use Only
OXXOXXOXXOXX
www.jainel|brary.org