________________
प्रध्वंसाभावो न प्रागभाव इति न पूर्वमपि भावस्य भावप्रसङ्गः ॥ २४० ॥ अत्राह-
निरुवक्खत्ता ण य इह वइसिट्टं जुज्जते अभावस्स ।
कारणपुव्वत्तम्मि य कज्जस्स उ अन्नयपसिद्धी ॥ २४१ ॥
(निरुपाख्यत्वात् न चेह वैशिष्ट्यं युज्यतेऽभावस्य । कारणपूर्वकत्वे च कार्यस्य तु अन्वयप्रसिद्धिः) 'इह' विचारप्रक्रमे 'सर्वथा निरुपाख्यत्वात्' सर्वोपाख्याविकलत्वादभावस्य वैशिष्ट्यं न युज्यते, सकलशक्तिशून्यतया कर्म्मत्वशक्त्ययोगेन केनचिदपि विशेषयितुमशक्यत्वात्, विशेषणेन च विशिष्यमाणो विशिष्टो भवति, ततोऽभावस्य वैशिष्ट्याभावाद् यदि ततो भावो जायेत ततः पूर्वमपि जायेत । अथैतद्दोषभयान्नाभावाद्वावस्योत्पत्तिरिष्यते, किं तर्हि ?, कारणादेव । तत आह-- ' कारणेत्यादि' कारणपूर्वकत्वे च कार्यस्येष्यमाणेऽन्वयप्रसिद्धिः - अन्वयस्य प्रसङ्गः, कारणभावा– विच्छेदेन कार्यस्य भावाभ्युपगमात् भावाविच्छेदश्चान्वयः । नन्वन्य एव कारणभावोऽन्यश्च कार्यभावस्तत्कथमिह भावाविच्छेदेऽपि अन्वयापत्तिरिति चेत्, न तत्त्वतो भेदकाभावत एकान्तेनान्यत्वाभावात् । क्षणौ हि पूर्वापरौ तद्विशेषणतया भेदकौ स्यातां, तौ च विवक्षितपूर्वापरभावव्यतिरेकेण नान्यावभ्युपगम्येते, तयोरक्षणिकत्वप्रसङ्गात्, तदपरक्षणाभावात्, भावे चानवस्थाप्रसङ्गात् मा भूद्वा अनवस्थाप्रसङ्गस्तथापि न तयोः क्षणयोर्भेदकत्वमेव, उभयोरपि भावयोर्भावरूपताया अविशेषात् । आकारादिभेदात् विशेषसिद्धिरिति चेत्, न, आकारादिभेदवदविशेषेण भावरूपताया अपि प्रतीयमानत्वात् । ननु चाधिकृतघटजन्यकपालवत् घटान्तरजन्यकपालेऽपि मृत्त्वादिलक्षणा भावरूपता अविशेषेण प्रतीयते; न च तत्रान्वयः, तथानभ्युपगमात् तद्वदधिकृतघटजन्यकपालेऽपि न भविष्यतीति, उच्यते, न भावरूपता केवलैवान्वयसिद्धिनिबन्धनं किंतु तद्रूपशक्तिगन्धपरिमाणादिसंगता तत्तथाभावाध्यवसायहेतुः न चासावेवंविधा भावरूपता घटान्तरजन्यकपालेऽपि प्रतीयते, नच तदधिकृतघटजन्यकपालेऽपि नानुभूयते, इत्यन्वयसिद्धिरव्याहतैव ॥ २४९॥ अत्र पराभिप्रायमाशङ्कते-
બૌદ્ધ : આ કાર્યક્ષણરૂપ ભાવ જે-તે વિશિષ્ટતા કારણક્ષણના પ્રŻસરૂપ સમજવાની છે. તેના નાશ પછી થતો અભાવ પ્રÜસાભાવરૂપ છે.) કાર્યક્ષણની ઉત્પત્તિ સંભવતી નથી. પાર૪ના
થવું જોઇએ. કેમકે ત(કારણક્ષણનો) અભાવ પૂર્વે પણ (કારણક્ષણની પૂર્વની ક્ષણોમાં) હાજર જ છે. અભાવમાંથી ઉદ્ભવતો નથી, પરંતુ વિશિષ્ટઅભાવમાંથી જ ઉદ્ભવે છે. આ પ્રાગભાવરૂપ નહિ. કારણક્ષણનો પોતાની ઉત્પત્તિ પૂર્વેનો અભાવ પ્રાગભાવ છે. અને આમ પૂર્વકાળે કારણના પ્રધ્વંસરૂપ વિશિષ્ટઅભાવ ન હોવાથી તે વખતે
અહીં ઉત્તર આપતાં કહે છે.
કારણપૂર્વક કાર્યમાં અન્વયસિદ્ધિ)
ગાથાર્થ : અહીં અભાવ નિરુપાધિક હોઇ તેમાં વૈશિષ્ટ્ય યોગ્ય નથી. તથા કાર્યને કારણપૂર્વક માનવામાં
અન્વયપ્રસિદ્ધિદોષ છે.
પ્રસ્તુતવિચારમાં અભાવમાં વિશેષણના પીછાં ઉમેરવા યોગ્ય નથી. અભાવ સ્વયં તુચ્છરૂપ હોવાથી એક પણ પ્રકારની શક્તિવાળો નથી. તેથી તે કર્મત્વશક્તિવાળો પણ નથી. અર્થાત્ અભાવમાં ક્રિયા સંભવતી નથી. (વિશેષણ પ્રાય: ગુણ કે ક્લિારૂપ હોય છે. અભાવ તુચ્છપ હોવાથી તેમાં ગુણ કે ક્યા સંભવે નહિ. વસ્તુમાં જેવા પ્રકારની શક્તિયોગ્યતા હોય, તેવા પ્રકારની ક્રિયા તેમાં થઇ શકે અને તેવા પ્રકારનું ધ્યિાત્મવિશેષણ સંભવી શકે.) તેથી અભાવને કોઇપણ વિશેષણથી શોભાવી શકાય તેમ નથી. અને જે વિશેષણોથી યુક્ત થાય તેને જ ‘વિશિષ્ટ’પદની પ્રાપ્તિ થાય છે. આમ વિશેષણો વિનાનો (=વૈશિષ્ટ્ય હિતનો) અભાવ વિશિષ્ટ બની શકે નહિ. તેથી તમારું ‘વિશિષ્ટ અભાવ” એવું થન મૂળ વિનાનું છે. તેથી તેના આધારે કરેલી દલીલ પણ મૂળ વિનાની વાહિયાત છે. તેથી જો અભાવમાંથી ભાવ ઉત્પન્ન થઈ શક્યો હોત તો તો આ પહેલા પણ ઉત્પન્ન થઇ જાત. કારણક્ષણના અભાવને પ્રાગભાવ ક્યો કે ધ્વંસાભાવ ક્યો પણ મૂળ તો અભાવરૂપ જ છે. વળી ધ્વંસાભાવને કાર્યક્ષણની ઉત્પત્તિમાં કારણ માનો, તો સાભાવ સાદિઅનંત હોવાથી સતત ઉત્પત્તિ માનવી પડે વગેરે ઘણા દોષો છે.)
આ દોષોના ભયથી જો તમે(=બૌદ્ધો) અભાવમાંથી ભાવની ઉત્પત્તિ નહી સ્વીકારો પણ કારણમાંથી ભાવની ઉત્પત્તિ સ્વીકારશો, અર્થાત્ કારણપૂર્વક કાર્ય સ્વીકારશો, તો અન્વયનો પ્રસંગ છે. કેમકે કારણભાવના અવિચ્છેદરૂપે કાર્યનો ભાવ સ્વીકાર્યો. (અર્થાત્ કારણભાવની તસ્ત ઉત્તરમાં કાર્યભાવ સ્વીકાર્યો. બે ભાવની વચ્ચે એવી કોઈ ક્ષણ નથી કે જે ક્ષણે કારણનાં નાશના કારણે અને કાર્યની અનુત્પત્તિના કારણે અભાવ હોય.) આમ ભાવનો અવિચ્છેદ=અખંડપ્રવાહ રહેશે. આ ભાવાવિચ્છેદ (=ભાવની અખંડિતતા) જ અન્વયરૂપ છે. બૌદ્ધ :- કારણભાવ અન્ય છે અને કાર્યભાવ અન્ય છે. તેથી ભાવનો અવિચ્છેદ હોવા છતાં અન્વયનો પ્રસંગ નથી. કારણકે કારણની કાર્યમાં અનુવૃત્તિ નથી.
.
ઉત્તરપક્ષ : કારણ અને કાર્યનો કોઈ તાત્ત્વિક ભેદક(=પરસ્પર અન્યતાઆપાદક) નથી. તેથી કારણ—કાર્યવચ્ચે એકાન્ત અન્યતા નથી. અલબત્ત, પૂર્વાપર ક્ષણો કારણ-કાર્યના વિશેષરૂપે ભેદક બની શકે, (જેમકે પૂર્વક્ષણવિશિષ્ટ હોય, તે ‘કારણ' અને ઉત્તરક્ષણવિશિષ્ટ હોય તે ‘કાર્ય..) પરંતુ કાર્ય-કારણભાવ વચ્ચે તાત્ત્વિક ભેદ લાવવા આટલું પર્યાપ્ત નથી. કેમકે કારણને સમકાલીન તમામને અને કાર્યને સમાનકાલીન તમામને ક્રમશ: સમાનતયા પૂર્વક્ષણવિશિષ્ટતા” અને ‘ઉત્તરક્ષણવિશિષ્ટતા” લાગુ પડે છે. તેથી નિશ્ચિત કાર્ય-કારણભાવવચ્ચે ભેદાર્થ પૂર્વાપભાવ ઉપરાંત ક હોવું જરૂરી છે. પરંતુ આ બે ક્ષણો તો પૂર્વાપરભાવ છેડી અન્ય ક્યારૂપે ઈષ્ટ નથી. જો અન્યરૂપતા હોય તો ક્ષણિક્તા ન રહે(કેમકે નિરશ એકસ્વભાવ ઇષ્ટ છે.) આ ક્ષણિક્તાનું આપાદન કરનારા કરનાર અન્ય કોઇ ક્ષણ નથી. જો હોય, તો અનવસ્થાદોષ છે. કારણકે પૂર્વપરક્ષણોની ક્ષણિક્તામાટે જેમ અપક્ષણની જરુર છે, તેમ એ અપરક્ષણની ક્ષણિક્તામાટે તદન્યક્ષણની જરુર પડશે. ક્દાચ સ્વત:ક્ષણિક્તા સ્વીકારી અનવસ્થાોષ ટાળો, તો પણ એ
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ટ ૧૯૯