Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 219
________________ उनुभूयते तत्राविगानेन माधुर्य कटुत्वं चेति । अथोच्यते-प्रत्येक गुडसुण्ठिभ्यामन्यैव एकरूपा जातिः गुडसुण्ठिः कफपित्तलक्षणदोषद्वयोपशमनस्वभावा जन्यते, ततो नेदमुभयात्मकं जात्यन्तरमिति । तदुक्तम्-"तन्मूलमन्यदेवेद, गुडनागरसंज्ञितमिति", तदपि अश्लीलम्, एकान्तेनैकस्वभावायास्तस्याः कफपित्तलक्षणदोषद्वयोपशमकारित्वायोगात्, सा हि गुडसुण्ठिरेकतरस्मिन् कफोपशमे पित्तोपशमे वा कार्येनोपयुक्ता सती कथमन्यत्रोपयुज्येत? स्वभावान्तराभावात् । अथ इत्थंभूत एव तस्या एकः स्वभावो येनोभयमुपशमयति तेनायमदोष इति येत्, न, इत्थं चित्रतागर्भस्य (स्वोस्वभावस्य सर्वथैकत्वायोगात्, नहि ययैव शक्तया सा गुडसुण्ठिः पित्तमुपशमयति तयैव कफमपि, पित्तोपशमनिमित्तशक्ते। कफोपशमकारित्वायोगादन्यथाऽतिप्रसङ्गतो वस्तुव्यवस्थाविलोपप्रसङ्गात्, अतस्तत्र स्वभावनानात्वमवश्यमुररीकर्तव्यं, तच्चानुभूयमानमाधुर्यकटुकत्वगुणेतरेतरानुवेधनिमित्तमन्यथा माधुर्यकटुकत्वयोः स्वस्वभावानपगमनेन स्वस्वकफादिदोषकारितापत्तेः। एवमिहापि द्रव्यपर्याययोः केवलभेदाभेदपक्षाभ्यामत्यन्तविलक्षणोऽन्योऽन्यानुवेधेन जात्यन्तररूपो भेदाभेदस्ततो नोभयपक्षभाविदोषसंभव इति स्थितम् । एतेन यदपि महतीमास्थामालम्ब्य परैरुच्यते- "यथा स्निग्धत्वोष्णत्वयोः केवलस्वरूपयोः पृथक् पृथक् कफपित्तकारित्वाद् माथे तयोरन्योऽन्यानुवेधेन जात्यन्तररूपत्वेऽपि न स्वस्वदोषकर्तृत्वनिवृत्तिः, तथा दर्शनात्, तददिहापि भेदाभेदयोरन्योऽन्यानुवेधतो जात्यन्तररूपत्वेऽपि नोभयदोषनिवृत्तिः, उक्तं च-"प्रत्येकं यन्निदान यत्, स्वतो मिश्रं तदात्मकम् । किं न दृष्टं यथा माषः, स्निग्धोष्णः कफपित्तकृद्? ॥१॥" इति तदपाकृतमवसेयम्, — — – સમાધાન :- આમ કહેશો તો તીખારા અને મીઠાશ આ બન્ને મંદ થાય, તો પણ વાપરવાથી અલ્પમાત્રામાં પણ પિત્ત અને કફ થવા જોઈએ. પણ વાસ્તવમાં થતાં નથી. બલ્ક એ ગોળી બન્નેના (કફ અને પિત્તના) નાશઅર્થે વપરાય છે. શંકા :- ગોળ અને સુંઠના સંયોજન વખતે જે બળવાન હોય, તે જીતે છે, બીજો દબાય છે, તેથી મીઠાશ અને તીખાશમાંથી કાંતો એકમાત્ર મીઠાશ બચે છે, કાંતો એકમાત્ર તીખાશ. સમાધાન :- આ પક્ષ પણ ખોટો છે. કેમકે જો. મીઠાશ બચે તો કફોષ અને તીખાશ રહે તો પિત્તદોષ, આમ બેમાંથી એક શેષ રહેવાની આપત્તિ છે. વળી આવા એક્તરપક્ષમાં અનુભવબાધ છે. કારણકે એ ગોળીમાં અનુભવ તો મીઠાશ અને તીખાશ બન્નેનો થાય છે. એ સર્વવિદિત છે. શંકા :- પ્રત્યેક ગોળ અને સુંઠ ભેગા મળી અન્ય ગોળસુંઠરૂપ એકરૂપ જાતિનું નિર્માણ થાય છે. આ જાતિ કફ અને પિત્તરૂપ બને ઘેષોને શાંત કરવાના સ્વભાવવાળી ઉત્પન્ન થાય છે. તેથી આ “ગોળસેંઠ(ગોળ અને સૂંઠ ઉભયરૂપ) જાત્યાર નથી. ઠાં છે- “ગોળ અને સુંથી બીજી જ એક ગોળસુંઠ સંજ્ઞાવાળી જાતિ ઉત્પન્ન થાય છે.” સમાધાન :- આ વાત પણ સારી નથી. જો આ અન્ય જાતિ એકાન્ત એકસ્વભાવાળી હોય, તો તે કફ અને પિત્ત આ બન્ને દેષનું ઉપશમન કરી ન શકે. આ ગોળસુંઠ કફ-પિત્ત બેમાંથી એના ઉપશમમાં સંપૂર્ણતયા લાગી હોય, ત્યારે બીજાના ઉપશમનનું કાર્ય કઈ રીતે કરશે ? કેમકે બીજો સ્વભાવ તો સ્વીકાર્યો નથી. (તાત્પર્ય :- આ ગોળસુંદજાતિ અન્યરૂપ હોવા છતાં એકરૂપ નથી પણ ઉભયરૂપ છે.) શંકા :- “ગોળસુંઠ જાતિનો એક જ સ્વભાવ છે, પણ તે એવા પ્રકારનો છે કે જેથી તે કફ અને પિત્ત બન્નેને ઉપશાંત કરી શકે. તેથી દોષ નથી. તે સમાધાન :- આમ ઉભયઉપશામકતારૂપે વિચિત્રતાથી યુક્ત સ્વભાવ સર્વથા એકરૂપ ન હોઈ શકે. એવું તો ન જ બને કે ગોળસુંઠ જે શક્તિથી પિત્તને ઉપશાંત કરે તે જ શક્તિથી કફને પણ ઉપશાંત કરે. કારણ કે પિત્તના ઉપરામમાં નિમિત્તભૂત શક્તિ કફને ઉપશાંત કરવા સમર્થ નથી. નહિતર તો એક જ શક્તિથી બધા કામ થઈ જવાનો અતિપ્રસંગ આવે, અને નિયત કાર્યકારણભાવવગેરરૂપ વસુવ્યવસ્થા ભાંગી પડવાનો અવસર આવે. તેથી ગોળસુંઠમાં અલગ-અલગ સ્વભાવ સ્વીકારવા જ જોઇએ. અને આ સ્વભાવભેદ અનુભવાતા મીઠાશ અને તીખાશ ગુણોના પરસ્પરમાં અનુવેધથી પ્રગટે છે. નહિતર તો મીઠાશ અને તીખાશના પોતાના સ્વભાવ તો દૂર થશે જ નહિ. અને તેઓ પોતપોતાના કફ અને પિત્ત ઘેષ ઉભા કરશે, તેવી આપત્તિ આવશે. આમ ગોળસુંની ગોળીમાં મીઠાશ-તીખાશ ઉભયરૂપતાથી સંવલિત જાત્યંતરરૂપ છે. તેમ સિદ્ધ થાય છે. આ જ પ્રમાણે દ્રવ્ય-પર્યાયવચ્ચે (૧) માત્ર ભેદપક્ષ અને માત્ર અભેદપક્ષથી અત્યંત વિલક્ષણ અને (૨) ભેદ અને અભેદના પરસ્પર અનુવેધથી સર્જાયેલા ભેદભેદ ઉભયમય ભેદભેદ નામની અન્ય જાતિ છે. તાત્પર્ય દ્રવ્ય અને પર્યાય ભેદભેદ નામની વિશિષ્ટ જાતિથી સંકળાયેલા છે. તેથી ત્યાં ભેદપક્ષના અને અભેદપક્ષ ના દોષો સંભવતા નથી એમ નિર્ણય થાય છે. તેથી ઊંડા વિશ્વાસથી બીજાઓ જે આની વિરુદ્ધ નીચે પ્રમાણે કહે છે. તે ખોટું જાહેર થાય છે. બીજાઓ :- કેવળસ્નિગ્ધત્વ કફ કરે છે. અને વળઉષ્ણત્વ પિત્ત કરે છે. પ્રત્યેક અવસ્થામાં આ બન્નેના (સ્નિગ્ધત્વ ઉષ્ણત્વના) આ (કફ અને પિત્ત) બે શેષો છે. અડદમાં સ્નિગ્ધતા અને ઉષ્ણતા પરસ્પરને અનુવિદ્ધ છે. તેથી ઉપરોક્ત મુજબ તેમાં (=અડદમાં) સ્નિગ્ધત્વ-ઉષ્ણત્વ રૂપ અલગ જાતિ છે. છતાં તેમાં ઉભયપક્ષના ઘેષ દૂર થવાને બદલે બન્નેના (સ્નિગ્ધત્વ ઉષ્ણત્વના) પોત-પોતાના કફ અને પિત્તરૂપ દેશો ઉભા જ રહે છે. કારણકે ઘેષો દૂર થતાં દેખાતા નથી. તેજ પ્રમાણે પ્રસ્તુતમાં પણ ભેદ અને અભેદના પરસ્પર અનુવેધથી જાત્યન્તરરૂપતા આવતી હોવા છતાં ઉભય ( ભેદ અને અભેદ) પક્ષના ઘેષો નિવૃત્ત નહિ થાય, પણ ઉભા જ રહેશે. કાં જ છે કે જે પ્રત્યેક સ્વત: જેનું કારણ બને, તે મિશ્ર (પણ) તદાત્મક જ (તેના જ કારણરૂપ) બને છે. જેમકે સ્નિગ્ધઉષ્ણ અડદ કફ અને પિત્ત અને કરે છે. તે શું જોયું નથી ?” સમાધાન :- તમારી આ વાત ગલત છે. અડદમાં રહેલી સ્નિગ્ધતા અને ઉષ્ણતા જાત્યન્તરતાને પામ્યા નથી. પરસ્પરના અનુવેધથી અન્યસ્વભાવનું કારણ બનવું એ જ જાત્યન્તરપણું છે. અહીં (અદસ્થળે) સ્નિગ્ધતા અને ઉષ્ણતાને ધર્મસંગ્રહણિ ભાગ-1 થી ૨૮

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292