Book Title: Dharm Sangrahani Part 01
Author(s): Ajitshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 235
________________ शरीरादात्मा एकान्तेन भिन्नः स्यात् ततो तात्मनः शरीरासच्चेष्टादिनिमित्तो बन्धः स्यात्, नहि स्वत एव गिरिशिखरादुपनिपतता पाषाणेन जीवघाते सति देवदत्तस्य तन्निमित्तो बन्धो भवतीति। न च वाच्यं नैवात्मनः शरीरासच्चेष्टादिनिमित्तो बन्धः, किंतु स्वत एव तत्करणस्वभावत्वादिति शरीरादेकान्तेनार्थान्तरभूतस्य मुक्तानामिव निष्क्रियत्वेन तत्कर्तृत्वायोगात्। अथ मा भूदेष दोष इति नैवात्मा कर्मणां कर्तेष्यते किंतु प्रकृतिः, आत्मा तु केवलं तेषां भोक्तेति। तदप्ययुक्तम्, एवमन्यकृतकर्मान्यतत्फलभोगाभ्युपगमे देवदत्तकृतस्यापि कर्मणो जिनदत्तस्य फलोपभोगापत्तेः। अन्यच्च प्रकृतिरचेतना ततः कथं सा घटवत् अध्यवसायशून्यत्वात् कर्म करोति? । पुरुषेण प्रेरिता सती कर्म करोति न केवला ततो न कश्चिद्दोष इति चेत्? न, पुरुषस्योदासीनत्वाभ्युपगमेन प्रेरकत्वायोगात्, योगे वा अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावतया सदा तदुपरमाभावप्रसङ्गतो मुक्तयभावप्रसङ्गः। किंच आन्तरादपि शरीरादेकान्तेनात्मनोऽन्यत्वाभ्युपगमे सति फलोपभोगोऽपि बुद्धिप्रतिबिम्बोदयरूपो व्यावय॑मानो नोपपद्येत, तस्यैकान्तेनामूर्तस्याकाशस्येव प्रतिबिम्बासंभवात् । तस्मान्न शरीरादयमात्मा सर्वथा भिन्नः, किंतु कथंचित्, ततश्च तस्यावस्थाभेदे सत्यात्मनोऽपि कथंचिदवस्थाभेदसंभवात्परिणामित्वम् ॥३६३॥ शरीरसंबन्धाभिधानप्रस्तावानुरोधादेव चात्मनः शरीरप्रमाणतामुपपादयति-- ण य सव्वगतो जीवो तणुमेत्ते लिंगदरिसणाओ तु । सव्वगते संसरणं कह? तेण सरीरमाणो सो ॥ ३६४ ॥ (न च सर्वगतो जीवस्तनुमात्रे लिङ्गदर्शनात्तु । सर्वगते संसरणं कथम्?) न चासौ जीवः-आत्मा सर्वगतः किंतु तनुमात्रः। कुतः? इत्याह-तनुमात्रे एव लिङ्गस्य-चैतन्यसुखादेर्दर्शनात् । — — — — — — — — — — — — — — — — — — — — — — — — ———— — — — — — — — — — ને થતાં સુખદુ:ખના અનુભવમાં આત્માનો શરીરસાથેનો દૂધપાણી જેવો સંબંધ કામ કરે છે. અથવા શરીરના ઉપગ્રહ (અનુગ્રહ ઉપધાન વખતે આત્માને સુખઆદિ થાય છે. અર્થાત્ ફૂલની માળા, ચંદનવગેરેથી શરીરને અનુગ્રહ થાય ત્યારે આત્મા ને સુખનો અનુભવ થાય છે. અને ઉપલક્ષણથી ઝેર શસ્ત્રવગેરેથી શરીરને ઉપધાત થાય, ત્યારે આત્માને દુ:ખ થતું દેખાય છે. જો આત્માનો શરીરસાથે કથંચિત્ અભેદ હોય, તો જ શરીરના ઉપગ્રહથી(=અનુગ્રહ-ઉપઘાતથી) આત્માને સુખઆદિનો અનુભવ થાય. અન્યથા નહિ. જો આમાથી શરીર એકાતે ભિન્ન હોય, તો જેમ મુક્ત જીવોને શરીરના ઉપગ્રહનિમિત્તક સુખદુ:ખ થતાં નથી, તેમ સંસારી આત્માને પણ શરીરના ઉપગ્રહનિમિત્તક સુખદુ:ખઆદિ થાય નહિ. કારણકે બને સ્થળે (મુક્ત અને સંસારી) શરીરનું અન્યપણું સમાન છે. વળી, જો શરીરથી આત્મા સર્વથા ભિન્ન હોય, તો આત્માને શરીરની અયોગ્ય ચેષ્ટા વગેરેના કારણે કર્મનો બંધ થાય નહિ. પર્વતપરથી સ્વયં પડેલા પથ્થરથી જીવ હણાય ત્યારે દેવદત્તને એ જીવવધસંબંધી કર્મબન્ધ થતો નથી. (કારણકે દેવદત્ત એ પથ્થરથી સર્વથા ભિન્ન છે. અને પથ્થરની પતનાદિ ચેષ્ટામાં કારણ નથી.) પૂર્વપક્ષ :- આત્માને શરીરની અયોગ્ય ચેષ્ટાના કારણે કર્મબંધ થતો નથી, પરંતુ પોતાના જ તકરણ (તવી ચેષ્ટા કરવાના) સ્વભાવથી કર્મબંધ થાય છે. ઉત્તરપક્ષ :- જો મુક્રોની જેમ સંસારી આત્મા પણ શરીરથી એકાન્ત ભિન્ન હોય, તો માની જેમ તે(=સંસારી) આત્મા પણ નિષ્યિ જ સિદ્ધ થાય. તેથી તે (=સંસારી આત્મા) તેવી ચેષ્ટાનો કર્તા બની શકે નહિ. (સાંખ્યમત નિરાસ) પૂર્વપક્ષ :- આવા ઘેષ હોવાથી જ આત્માને કર્મના માનવો યોગ્ય નથી. પ્રકૃતિ જ કર્મોની કર્તા છે. આત્મા તો તે કર્મોનો માત્ર ભોકતા જ છે. - ઉત્તરપક્ષ :- આ વાત પણ બરાબર નથી. આમાં તો એકે કરેલા કર્મોના ફળના ભોક્તાતરીકે બીજાને સ્વીકારવાનું આવ્યું. ( પ્રકૃતિ અને ભોક્તા આત્મા). આમ તો દેવદત્તે કરેલા કામોનું ફળ જિનદત્ત ભોગવે એમ માનવાની આપત્તિ આવશે. વળી તમે પ્રકૃતિને જડ માની છે. તેથી આ પ્રકૃતિ ઘડાની જેમ અધ્યવસાયથી રહિત હોવાથી શી રીતે કર્મ કરી શકે ? પૂર્વપક્ષ :- આ પ્રકૃતિ એકાકીરૂપે કર્મ કરતી નથી, પણ પુરુષથી પ્રેરાયેલી જ તે કર્મ કરે છે. તેથી કોઈ દોષ નથી. ઉત્તરપક્ષ :- તમે પુરુષ(આત્મા)ને ઉદાસીન(નિયિ) સ્વીકાર્યો છે. તેથી તે પ્રેરક પણ શી રીતે બની શકે ? આ પુરુષ હંમેશા અવિનાશી, અજ અને એકમાત્ર સ્થિર સ્વભાવવાળો છે. તેથી દાચ માની લઈએ કે પુરુષ પ્રેરક હોય, તો તેનો પ્રેરણા આપવાનો સ્વભાવ કાયમ રહેશે, ક્યારેય અટકશે નહિ અને તો મુક્તિના અભાવનો પ્રસંગ આવશે. વળી, જો આત્મા આન્સરશરીરથી પણ એકાન્ત ભિન્ન હોય, તો તમે બુદ્ધિમાં પ્રતિબિંબના ઉદયરૂપ જે ફળોપભોગ વર્ણવો છે, તે પણ યુક્તિ સંગત ઠરશે નહિ. કારણકે એકાન્તઅમૂર્ત આત્માનું આકાશની જેમ પ્રતિબિંબ પડી શકે નહિ. ભેદપક્ષે આ બધી આપત્તિઓ હોવાથી જ શરીર આત્માથી સર્વથા ભિન્ન નથી. પરંતુ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. તેથી શરીરની અવસ્થાઓના ભેદવખતે આત્માની અવસ્થામાં પણ કથંચિદ્ ભેદ સંભવે છે. તેથી આત્મા પરિણામી છે. પા૩૬૩ (આત્મા શરીરપ્રમાણે છે). આત્માના શરીરસાથેના સંબંધના કથનથી પ્રસ્તાવને અનુરૂપ “આત્મા શરીર પ્રમાણ છે એ તત્વની ઉપપત્તિ દર્શાવે છે. ગાથાર્થ :- વળી, આ જીવ સર્વવ્યાપી નથી, પરંતુ શરીરમાત્રવ્યાપી છે. કારણકે માત્ર શરીરમાં જ જીવના ચૈતન્ય, સુખ વગેરે લિંગો દેખાય છે. (મૂળમાં “તુ'પદ જકારઅર્થક છે અને “તનુમાત્ર પદ પછી પ્રયોજ્ય છે.) વળી જો આત્માને વિભુ સ્વીકારશો, તો આત્માનું નરક્વગેરે ભવોમાં ભ્રમણરૂપ સંસરણ ધી રીતે સંભવશે ? અર્થાત્ સંભવશે નહિ. તેથી આ આત્મા શરીરપ્રમાણ જ છે. પ૩૬૪ના ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૨૨૪

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292