________________
ધન્યકુમાર કૌશાંબી નગરીમાં
૯૩ ધનસારે તે પુરુષને પૂછયું કે, હે ભાઈ ! આ નગરમાં પૈસાવાળા શ્રીમંતો, મધ્યમ સ્થિતિવાળાઓ તથા નિધન મનુષ્યો કેવી રીતે રહે છે ? કેવી રીતે પોતાની આજીવિકા ચલાવે છે ?'
ત્યારે તે માણસે કહ્યું, “ભાઈ ! આ નગરમાં જે શ્રીમંતો છે, તેઓ પોતાની મૂડીથી વ્યવસાય-વ્યાપાર કરે છે, કારણ કે પ્રકાશવાળા દીવાને પ્રકાશ માટે અન્ય દીવાની જરૂર પડતી નથી. શ્રીમંતોથી કયા કયા વ્યાપારો થતા નથી ? તેઓ તો નાણાવટીનો, અનાજ વેચવાનો, ઘીનો, સોનીનો, મણિયારનો, તારનો, હીરાનો, તાંબૂલાદિકનો, તેલનો, સોપારી વગેરેનો, રેશમી વસ્ત્રોનો, કપાસીઆનો, દોશીવટનો (કાપડનો), મણિ વગેરે રત્નનો, સુવર્ણચાંદીનો, કરિયાણાનો, વહાણનો, ગંધિયાણાનો, સુગંધી તેલાદિકનો વગેરે સર્વ પ્રકારનો વ્યાપાર કરે છે. જેઓની પાસે વિશેષ પૈસા નથી હોતા, તેઓ મોટા શ્રીમંત શ્રેષ્ઠીઓ પાસેથી રૂપિયા વ્યાજે લાવીને વ્યાપારાદિક કરીને પોતાનો નિર્વાહ કરે છે. જે જે વ્યાપારમાં કુશળ હોય છે, તે તે પ્રકારનો વ્યાપાર કરીને સુખપૂર્વક પોતાનો નિર્વાહ કરે છે. જેવી રીતે નદીના તટ ઉપર રહેલા અરઘટ્ટો (રેંટો) નદીના પ્રવાહના જળ ઉપર જીવે છે અને પોતાની પ્રવૃત્તિ કરે છે, તેવી રીતે એવા વ્યાપારીઓ બીજાના દ્રવ્ય વડે વ્યાપાર કરીને પોતાનો નિર્વાહ ચલાવે છે. જેઓ અત્યંત નિર્ધન છે અને ઉદરનિર્વાહ મુશ્કેલીથી કરી શકે છે, તેઓ એક ધનવાન શ્રેષ્ઠી જાણે દરિદ્ર લોકોનાં દરિદ્રયને ખોદાવી દૂર કરતા હોય તેમ હાલમાં ધન્યપુરમાં એક મોટું સરોવર ખોદાવે છે, ત્યાં મજૂરી કરીને આજીવિકા ચલાવે છે. ત્યાં તળાવ ખોદનારાઓની મજૂરીની વ્યવસ્થા આ મુજબ કરેલી છે, ત્યાં કામ કરનાર સ્ત્રીઓને હંમેશાં એક દીનાર નાણું અપાય છે અને કામ કરનારા પુરુષોને બે દીનાર ઉપરાંત બે વખત તેઓને તેલ, મસાલા સહિત ઇચ્છિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org