________________
ધન્યકુમાર બાંધવોને સન્માને છે
૨૦૩ પ્રથમથી જ તમારો માલવદેશમાં વાસ છે, કે બીજા કોઈ દેશમાં રહેતા હતા.” - “અમે મૂળ તો બીજા દેશના રહેવાસી છીએ, માત્ર ઉદરવૃત્તિ માટેજ ત્યાં આવ્યા હતા.'
પહેલાં ક્યાં રહેતા હતા ?' “સ્વામી ! કર્મની ગતિની શી વાત કરીએ ? જ્યાં ઉદરવૃત્તિ થાય તે જ સ્વદેશ ગણવો.”
તમારા માતાપિતા જીવે છે ?” હા, તેઓ જીવે છે.” તેઓ ક્યાં છે ?
જે ગામમાં અમે રહીએ છીએ તે ગામમાં અમારા માબાપ તથા સ્ત્રીઓ પણ છે, અમારી સાથે નથી.”
ધન્યકુમારે વિચાર્યું : “અરે ! દારિત્ર્યના દુઃખથી પીડાયેલા એવા આ ત્રણે બંધુઓ પ્રત્યક્ષ પાસે ઉભેલા એવા મને પણ ઓળખતા નથી, ઊલટા મારાથી ભય પામે છે.”
પછી ધન્યકુમાર ઉભા થયા, અને તે બંધુઓને આગળ કરી પ્રણામ કરીને કહ્યું: “શું મને ન ઓળખ્યો? હું તમારો નાનો ભાઈ ધન્ય.” - તે પ્રમાણે કહીને તેમને ધન્યકુમાર સન્માનથી ઘરમાં લઈ ગયા. સેવકો દ્વારા તેમને અભંગ, સ્નાન, મજ્જનાદિક કરાવ્યા, અતિ અભુત એવા વસ્ત્રાલંકાર પહેરાવ્યા, મોટા ભાઇઓને આગળ કરીને હર્ષપૂર્વક વિનય સહિત યથોચિત સ્થાને બેસી વિવિધ પ્રકારની અદ્ભુત રસોઈ સૌ સાથે જમ્યા.
પછી હાથ ધોઈને ઘરના અંદરના ભાગમાં જઈ ભવ્ય આસન ઉપર તેમને બેસાડી, પંચ સુગંધીયુક્ત તાંબુલાદિક આપી, અતિ સત્કારપૂર્વક હાથ જોડીને કૌશાંબી છોડી ત્યારથી માલવદેશમાં આવ્યા ત્યાં સુધીનું સર્વસ્વરૂપ તેઓને પૂછ્યું.
છે ઉપૂર્વક હાર પહેરાનાદિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org