Book Title: Dhanya kumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 256
________________ ભદ્રામાતાને અભયકુમારનું સાંત્વન ૨૪૭ કરી તો પણ પોતાના સૌજન્ય સ્વભાવથી સવિનય તેમની પ્રતિપાલના કરી તેથી પણ તેઓ ધન્ય થયા છે.” તે ધન્ય મુનિના પૈર્યની કેટલી પ્રશંસા કરીએ ? જેણે ઉપદેશાદિ પુષ્ટ કારણ વગર પણ આઠ પત્નીઓને સમકાળે ત્યજી દીધી, સમસ્ત ઐહિક સુખસંદોહોને પૂરવામાં સમર્થ છતાં જડ એવા ચિંતામણિ રત્નને ત્યજી દઈને ચારિત્રરૂપ ચિંતામણિ રતને એક લીલા માત્રમાં તેમણે ગ્રહણ કર્યું.” “વળી જેવી રીતે ગ્રહણ કર્યું તેવી જ રીતે પ્રતિક્ષણે વધતા પરિણામવડે તેનું પરિપાલન કર્યું; અને નિઃશેષ કર્મસમૂહને હણવા માટે આરાધનારૂપ જયપતાકા તેમણે ગ્રહણ કરી, તેથી આ ધન્ય મુનિ ધન્ય પુરૂષોમાં પણ ધન્યતમ છે. જે આ મુનિનું નામ સ્મરે તે પણ ધન્ય છે, જે ક્ષણે એમનું સ્વરૂપ સ્મૃતિપથમાં આવે તે ક્ષણને પણ ધન્ય છે.” તેથી માતા ! ઉત્સાહને સ્થાને તમે વિષાદ કેમ કરો છો ? વળી પૂર્વે અનેકવાર માતા પુત્રનો સંબંધ થયો, પણ તે સંસારનો અંત કરાવનાર નહિ નીવડવાથી વ્યર્થ ગયો છે, સાચો તો આ ભવનો જ તમારો સંબંધ છે કે તમારા ગર્ભમાં આવીને શાલિભદ્ર સુરનરેંદ્રાદિકથી સેવાતા મોહશત્રુનું ઉમૂલન કરીને નિર્ભય થયેલ છે. તેથી તમારે તો તેના ચારિત્રની અનુમોદના કરવા પૂર્વક અને હર્ષ સહિત બહુમાનપૂર્વક વંદન નમન સ્તવનાદિક કરવાં, કે જેથી તમારા શ્રેયની પણ સિદ્ધિ થાય.” આ રીતે વિસ્તારથી વિવેકપૂર્વક અભયકુમારે પોતાનાં વચનામૃતના સિંચનથી ભદ્રાના વિષમ મોહના વિષને ઉતાર્યું; તેથી શોકને ઓછો કરીને ભદ્રા પણ શાંત તથા પ્રશાંત બન્યાં. મગધેશ્વર શ્રેણિક મહારાજ તથા અભયકુમાર અને વધૂઓ સહિત ભદ્રા ભાવથી તે બંને મુનિઓને વંદન કરીને તેઓના ગુણનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258