________________
૨૪૮
ધન્યકુમાર ચરિત્ર સ્મરણ કરતાં પોતપોતાનાં સ્થાને ગયાં.
તે બંને મહામુનિ એક માસ પર્યત સંલેખના આરાધીને અંતે શુદ્ધ ઉપયોગમાં લીન ચિત્તવાળા થઇ સમાધિપૂર્વક કાળ કરી, અનુત્તર સુખથી ભરેલા સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ' હવે દેવોનું તેત્રીશ સાગરોપમનું આયુષ્ય છે. તેત્રીશ હજાર વર્ષે આહારની રૂચિ થાય છે, તે સમયે અમૃતના ઉદ્ગારથી સુધા શાંત થઈ જાય છે, તેત્રીશ પખવાડીએ એક શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે, જો માત્ર સાત લવ જેટલું તેમનું આયુષ્ય અધિક હોત તો તેઓ મુક્તિમાં જાત, અથવા છઠ્ઠ તપ વધારે કરી શકત તો પણ મુક્તિ પામત, કારણ કે અનુત્તર વિમાન કરતાં વધારે સુખ મોક્ષ સિવાય કોઈ સ્થળે નથી.
ત્યારબાદ ધન્યમુનિ અને શાલિભદ્રમુનિ ત્યાં આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહમાં ભોગ-સુખથી સમૃદ્ધા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ, ભોગો ભોગવી યથા અવસરે સદગુરુનો સંયોગ પ્રાપ્ત કરીને સંયમ ગ્રહણ કરીને, દુસ્તપ તપયુક્ત ક્રિયા કરી ઘનઘાતી કર્મોને ખપાવી કેવળજ્ઞાન પામશે.
અને પછી પૃથ્વી ઉપર વિહાર કરી અનેક ભવ્યજીવોને પ્રતિબોધીને અંતે યોગસમાધિ વડે, નામગોત્રાદિ ભવોપગ્રાહી અઘાતી કર્મો ખપાવીને, પંચદૂસ્તાક્ષર ઉચ્ચારના કાળમાન સુધી જ માત્ર અયોગીપણું પામી, અસ્પૃશદ્ ગતિ વડે એક જ સમયે લોકાંતના અગ્રભાગે મુક્તિપદને પ્રાપ્ત કરશે.
સાદિ અનંત શાશ્વત સુખમાં તેઓ લીન બનશે. અખંડ અનંત અવ્યાબાધ સુખના તેઓ સ્વામી બનશે. ચિદાનંદ સુખને તેઓ અનુભવશે.
સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org