Book Title: Dhanya kumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 255
________________ ૨૪૬ ધન્યકુમાર ચરિત્ર પાપસ્થાનકોને સેવે છે; પરંતુ પુન્ય વિના દ્રવ્યાદિ પામતા નથી; તે બહુ પાપ ઉપાર્જીને નરક નિગોદાદિમાં ભટકે છે.” “તમે તો રતને કુક્ષિમાં ધારણ કરનારાં છો, વીર પુરૂષનો જન્મ આપનારાં છો, કારણ કે તમારો કુલદીપક તો પુન્યના એક નિધિરૂપ થયો છે. જિનેશ્વર તથા ચક્રવર્તી એ બંને પદથી વિભૂષિત પુરૂષોત્તમ હોય તે પણ તમારા પુત્રની જેવા ભોગ ભોગવતા નથી, કારણ કે સુવર્ણ અને રત્નોને નિર્માલ્ય ગણીને કોઈએ ફેંકી દીધા હોય-ત્યજી દીધા હોય તેવું કોઈ સ્થળે સંભળાતું નથી, તેવું બન્યું પણ નથી, તે તમારા પુત્રે નિઃશકપણે કરેલું છે, તથા ઈચ્છિત ભોગ ભોગવ્યા છે, અવસર પામીને તૃણની માફક ભોગોને ત્યજી દીધા છે' શ્રી વીરની સેવામાં રહીને તમારા પુત્રે સુરેન્દ્ર નરેંદ્રાદિ ક્રોડો આત્માઓથી પણ દુર્જય તથા જગતના લોકોને દુઃખ આપનાર મોહનરેંદ્રને એક ક્ષણમાત્રમાં, જીતી લીધો છે. આ સામર્થ્ય તમારા પુત્રનું જ છે, બીજાનું નથી.' “વળી મોહનું ઉમૂલન કરીને સિંહની માફક તે પાળી, અશેષ કર્મમળની ઉમૂલન કરવા માટે આરાધનારૂપ જયપતાકા તેમણે ગ્રહણ કરી છે. શ્રી ગૌતમ ગણધરની સહાયથી અજરામર પદની તે પ્રાપ્તિ કરશે, હવે શા માટે દુઃખ ધારણ કરો છો? “જો તમારો પુત્ર સંસારઅરણ્યમાં પડયો હોત તો તેની ચિંતા કરવાની હતી, પણ એ મહાપુરૂષે તો સમસ્ત જન્મ જરા મરણ રોગ શોકાદિથી રહિત સચ્ચિદાનંદ સુખની સંપત્તિ પ્રાપ્ત કરી છે, પછી શા માટે દુઃખ ધારણ કરો છો? તમારા પુત્રે તો શ્રી જિનેશ્વરનું શાસન તથા તમારું કુળ બંને ઉદ્યોતિત કર્યું છે. વળી તમારા જમાઈ નામથી ધન્ય, ઉપકારથી ધન્ય; સમ્યમ્ બુદ્ધિથી પણ ધન્ય, અનુપમ ધર્મ આચરણથી પણ ધન્ય, દુર્જનતાના દોષથી દુષ્ટ એવા તેના બાંધવોએ અનેક વખત ઈષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258