________________
૨૪૪
ધન્યકુમાર ચરિત્ર હંમેશાં યાચકોની જેમ સાધુઓ પણ ભિક્ષાને માટે મારા ઘરે આવે છે, તેઓને હું સન્માનપૂર્વક આહારની નિમંત્રણા કરું , પછી તે સાધુઓ નિર્દોષ આહાર ગ્રહણ કરે છે અને ધર્મલાભ આશિષ આપીને જાય છે; પણ નિભંગીમાં શેખર તુલ્ય મૂર્ખ શિરોમણિ એવી મેં આ બંનેને મારે ઘરે આવ્યા છતાં કાંઈપણ આપ્યું નહિં. સાધુને દેવા યોગ્ય ઉચિત આહાર વિદ્યમાન હતો, છતાં પણ હા! હા! મેં દીધો નહિ, તેમ દેવરાવ્યો પણ નહિ !! જો સામાન્ય સાધુની બુદ્ધિથી પણ આહાર વહોરાવ્યો હોત તો
અચિંતિત પણ સ્થાને પડ્યું તે ન્યાયથી બહુ સારું થાત. પરંતુ તેમ પણ બન્યું નહિ'
“હા મેં શું કર્યું, હા ! મારી બુદ્ધિ ક્યાં ગઈ ? હા ! સાધુદર્શનની મારી પ્રબળ વલ્લભતા ક્યાં ગઈ ! હા ! મારી અવસર ઉચિત ભાષા અને સુખ પ્રશ્નના આલાપની ચતુરાઈ ક્યાં ગઈ ? કારણ કે મેં એ બંને સાધુઓને કાંઈ પૂછ્યું પણ નહિં.” તમે કોના શિષ્યો ? પહેલાં કયા ગામમાં રહેતા હતા? તમને સંયમ ગ્રહણ કર્યાને કેટલાં વર્ષ થયાં છે ? હાલ તમારાં માતા, પિતા, ભાર્યા, બાંધવો છે કે નહિ? હાલ ક્યા ગામથી આવ્યા છો? તમારે મારા પુત્ર શાલિભદ્ર મુનિ તથા મારા જમાઈ ધન્ય મુનિનો પરિચય છે કે નહિં ?” તે વગેરે કાંઈ પણ પૂછયું નહિ! જો આ પ્રમાણે મેં પ્રશ્નો કર્યા હોત તો બધું જણાત !”
હા ! હા ! મારૂં વાકૌશલ્ય ક્યાં ગયું ? હા ! મેં પણ મિથ્યાત્ત્વથી કરાયેલ જડ અંતઃકરણની જેમ ઘેર આવેલ સાધુઓને વંદના પણ ન કરી ! કુળને ઉચિત વ્યવહાર પણ હું ભૂલી ગઈ ! જો કોઈ આંગણામાં એક ક્ષણ માત્ર પણ ઉભું રહે તો સેવકો મને સૂચવે. પરંતુ આ બંનેના આગમન વખતે તેવી કાંઈ પણ બુદ્ધિ ઉત્પન્ન થઈ નહિ; કાંઈ ઉચિત કર્યું નહિ, કેવળ અનાદર કરીને હાથમાં આવેલ સુરમણિને ગુમાવ્યો.” હા ! સર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org