________________
૨૪૫
ભદ્રામાતાને અભયકુમારનું સાંત્વન કુળવધૂઓની મતિ-કુશલતા ક્યાં ગઈ કે તેઓએ પોતાના પતિને પણ ઓળખ્યા નહિ ! બહુ દિવસના પરિચિત સેવકોએ પણ તેમને ઓળખ્યા નહિ !'
અયાચિત વાંચ્છિત અર્થને આપનાર મુનિવરો વગર બોલાવ્યા ઘેર પધાર્યા, ઈહલોક પરલોકમાં ઈપ્સિત આપનાર, અતુલ પુન્યનો બંધ કરાવનાર, ઘણા દિવસથી મનોરથો વડે જેની ઇચ્છા કરાતી હતી તેઓ સ્વયમેવ સન્મુખ આવ્યા. પણ તેમને મેં બોલાવ્યા નહિ, વંદના પણ કરી નહિ, પડિલાવ્યા નહિ અને તેઓ પાછા ગયા.'
ભાવિ કાળમાં મારા મનોરથની આશા પૂર્ણ થાય તેવો સંભવ પણ નથી, કારણ કે તે બંનેએ અનશન કર્યું છે, હવે તેમની શી આશા ? પુત્ર તથા જમાઈનું મુખ હું ફરીથી ક્યારે દેખીશ? સર્વ સ્ત્રીઓની વચ્ચે નિર્ભાગીઓમાં શેખરભૂત હું થઈ
આ રીતે વિષાદના વિષથી મૂછિત થયેલ ભદ્રાને જોઇને શ્રેણિક તથા અભયકુમારે વચનામૃતવડે તેમને સિંચન કરી સચેતન કર્યા.
પછી અભયકુમારે કહ્યું, “માતા ભદ્રા ! હવે આવો વિષાદ કરવો તે તમને યુક્ત નથી, કારણ કે તમે માનનીય છો, શાલિભદ્ર જેવા સાત્ત્વિક શિરોમણિ, મહાપુરૂષનાં તમે માતા છો ! તમે રત્નકુક્ષિ ધારિણી છો ! માતા તમારે શોક કરવાનો ન હોય!' - “આ સંસારમાં અનેક સ્ત્રીઓ અનેક પુત્રોની માતા હોય છે, તે પુત્રમાં કેટલાક બહોંતેર કળામાં કુશળ થઈને ઘણી સ્ત્રીઓ સાથે પાણિગ્રહણ કરે છે. પૂર્વના પુન્યથી ધનધાન્યાદિકથી સંપન્ન થઈને જાણે કે પૂર્વે કોઈ વાર મેળવ્યા ન હોય તેવા કામભોગોમાં મૂર્શિત થાય છે. ભોગમાં રસિક થયેલા તેઓ ભોગ ભોગવે છે, એક ક્ષણ માત્ર પણ વિષયોને છોડતા નથી, પોતાના આયુષ્યના પર્યત ભાગ સુધી ભોગો ભોગવીને પછી નરક નિગોદાદિમાં ભટકે છે; અને જેઓ પુન્યરહિત હોય છે, તેઓ જન્મથી જ નિધન હોય છે તેઓ વિષયરૂપી આશાથી પિપાસિત થઈને અઢાર
તમે નાભિ જાવિક શિરા, કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org