________________
૨૪૨
ધન્યકુમાર ચરિત્ર
લાગ્યાં, પરંતુ તેઓની મધ્યમાં ધન્યમહર્ષિ તથા શાલિભદ્ર મુનિને નહિ દેખીને તે ચિંતવવા લાગ્યાં; ‘ગુરૂની આજ્ઞાથી તેઓ કોઇ સ્થળે પઠન-પાઠન સ્વાધ્યાયાદિ ક્રિયામાં તત્પર થઇને અભ્યાસ કરતા હશે; કેમ કે દેશના સમયે નિકટ સ્થળે સ્વાધ્યાયાદિ કરે તો દેશનાનો વ્યાઘાત થાય. દેશના સમાપ્ત થશે ત્યારે શ્રી વીરપ્રભુને પૂછીને; જ્યાં તેઓ બેઠેલા હશે. ત્યાં જઇને હું તેમને વાંદીશ, અને આહાર માટે નિમંત્રણ કરીશ.'
દેશના સંપૂર્ણ થઇ ત્યારે અરિહંત દેવની પર્ષદા જમાઇ તથા પુત્રથી રહિત દેખીને ભદ્રાએ શ્રી મહાવીરભગવંતને પૂછ્યું; ‘પ્રભુ! ધન્યમુનિ તથા શાલિભદ્ર મુનિ કેમ દેખાતા નથી ?’
શ્રી વીર પરમાત્માએ ફરમાવ્યું; ભદ્રે ! આજે તેમને માસખમણનું પારણું હતું, તેથી અમારી આજ્ઞા મેળવીને તમારા આંગણે ગોચરી માટે તેઓ આવ્યા હતા. ત્યાં આહાર નહિ મળવાથી તમારા આવાસેથી પાછા વળ્યા. માર્ગમાં શાલિભદ્રની પૂર્વભવની માતા આભીરી ધન્યાએ અતિભક્તિથી દહીં વહોરાવ્યું. અહીં આવીને તે બંનેએ યથાવિધિ તે દહીંથી માસખમણનું પારણું કર્યું. પછી અમે કહેલ પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળીને પુણ્યવાન શાલિભદ્ર વૈરાગ્યરંગથી રંગાયા અને ધન્યકુમારની સાથે અમારી આજ્ઞાથી આજે જ અર્ધા પહોર પહેલાં ગૌતમાદિ મુનિઓની સાથે વૈભારગિરિ ઉપર જઇને યથાવિધિ પાદપોપચમન અનશન તેઓએ અંગીકાર કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org