________________
પૂર્વ ભવની માતાએ લાભ લીધો
૨૪૧ જિનેશ્વરની આજ્ઞા મળવાથી અડતાળીશ મુનિવરો, અન્ય ગણધરો તથા ભગવાન શ્રી ગૌતમ ગણધરની સાથે તે બંને મુનિવરો વૈભારગિરિ ઉપર પધાર્યા.
ત્યાં પર્વત ઉપર શુદ્ધ અને નિરવદ્ય શિલાપટ્ટને પ્રમાર્જીને, આગમન માટે ઇર્યાપથિકી આબાવી, શ્રી ગૌતમસ્વામીની પાસે વિધિપૂર્વક બત્રીશ દ્વારોવડે આરાધના – ક્રિયા કરી અને તે બંને મુનિઓએ હર્ષપૂર્વક પાદપોપગમન અનશન અંગીકાર કર્યું.
અડતાળીશ મુનિઓ પણ પરિકર્મિત મતિવાળા, શુભ ધ્યાન પરાયણ, જીવિતવ્યની આશા અને મરણનો ભય મૂકી દીધો છે એવા તેઓ સમતામાં એકલીન ચિત્તવાળા અને સમાધિમાં મગ્ન એવા તે બંનેની પાસે રહ્યા છે.
આ બાજુ ભદ્રાએ પુત્ર અને જમાઇનાં આગમન - ઉત્સવ નિમિત્તે ઘરમાં સ્વસ્તિક, તોરણ, રત્નાવલ્લી વગેરેની શોભાવડે અભુત રચના તૈયાર કરાવી. પછી ભદ્રાની સાથે કૃશાંગી તથા રંગરહિત, ધવળતા સહિત ચંદ્રકળાની જેવી શાલિભદ્રની પત્નીઓ પણ શ્રી મહાવીર ભગવંતને નમવા જવાને ચાલી.
તે સમયે અંતઃપુરની સ્ત્રીઓ તથા ચતુરંગ પરિવાર સહિત વિમળ આશયવાળા શ્રેણિકરાજા પણ હર્ષપૂર્વક શ્રી મહાવીર ભગવંતને નમસ્કાર કરવા ચાલ્યા.
પંચાભિગમપૂર્વક ભક્તિના સમૂહથી ભરેલા અંગવાળા તે બધાએ ત્રણ પ્રદક્ષિણા કરીને, ત્રણવાર પંચાગ પ્રણિપાતવડે નમસ્કાર કર્યા અને પોતપોતાનાં ઉચિત સ્થાને તેઓ બેઠા.
પછી સર્વ લોકો પાપને હરણ કરનારી શ્રી અરિહંત ભગવાનની વાણી સાંભળવા લાગ્યા.
ભદ્રામાતા દેશના સાંભળતાં આમતેમ સાધુસમૂહ તરફ જોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org