________________
ધન્યકુમારનો પૂર્વભવ -
૨૧૭ ઘેરથી ભાતું લઈને કાંબળ ઓઢી વગડામાં ગયા. તે વખતે ત્રીજા પહોરનો આરંભ થયો ત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલતી હોવાથી ઘણો સખ્ત તાપ પડતો હતો, તેથી ભૂમિ તપી ગઈ હતી અને ઉગ્ર કિરણોથી લોકો આકુળવ્યાકુળ થઈ જતા હતા.
તે અવસરે કોઈ ક્ષમાના સાગર એવા ક્ષમાસાગર નામના તપસ્વી મુનિ મહાત્મા સંસારતાપનું નિવારણ કરવા પોતે કરેલા માસક્ષમણનું પારણું કરવા માટે કોઈક ગામમાં જવા સારુ તે વનના રસ્તે થઈને નીકળ્યા. તાપથી શોષિત થઈ ગયેલા અંગોપાંગવાળા, માત્ર હાડકાં અને ચામડી જ બાકી રહી છે તેવા અને ધર્મસ્વરૂપ એવા તે પરમ તપસ્વી મહર્ષિને જોઇ તેઓના હૃદયમાં નટના વૈરાગ્યની જેમ દાન આપવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ.
તેઓ પરસ્પર કહેવા લાગ્યા : “અહો ! આ મુનિ દૂરના વનમાંથી આવે છે. આવા સખ્ત તડકામાં મધ્યાહ્ન સમયે રેતી બધી તપી ગઈ છે, તેવે વખતે અતિ દૂર ગામમાં તેઓ કેવી રીતે જશે ? ત્યાં પણ ઘેર ઘેર ભમતાં જો નિર્દોષ આહાર મળશે તો તે ગ્રહણ કરશે, નહિ તો ગ્રહણ કરશે નહિ; તેથી આપણી પાસે જે ભાતું છે તે જો તેમને આપીએ તો બહુ ઉત્તમ થાય.”
આમ વિચારી વિનયપૂર્વક મુનિને બોલાવી તે સર્વ ભાતું તેઓએ મુનિને વહોરાવ્યું. મુનિએ પણ શુદ્ધ આહાર જાણીને તે ગ્રહણ કર્યું. અને ધર્મલાભ'રૂપી આશિષ આપીને સ્વસ્થાને ચાલ્યા ગયા.
અને હવે તે ત્રણેને સાંજ સુધી લાકડા માટે શ્રમ કરવાથી સવારે ખાધેલું પચી ગયું, અને બહુ ભારે સુધાની વેદના થઈ એટલે તેઓ પરસ્પર પૂછવા લાગ્યા : “અરે ભાઈ કાંઈ ખાવાનું રહ્યું છે કે નહિ ?' ત્યારે એક બોલ્યો : “મુનિને બધું આપી દીધું છે.” પછી પેટમાં અત્યંત ક્ષુધા લાગેલી હતી છતાં તે સર્વે લાકડાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org