________________
૨૧૮
ધન્યકુમાર ચરિત્ર ઉપાડીને પોતપોતાના ઘર તરફ ચાલ્યા. ત્યાં પણ નવો આહાર તૈયાર કર્યા વગર શું ખાય? તેથી તે ત્રણે ક્ષુધાથી અત્યંત આકુળવ્યાકુળ થઇને બોલવા લાગ્યા : અરે ! આપણને તો મુનિને આપેલ દાનનું આજે આ ફળ પ્રાપ્ત થયું, કારણ કે આજે હમણા જ મુનિદાનના પ્રભાવથી ક્ષુધા વડે આપણે મરણ પામીશું. હવે પછી શું થશે તે તો અમે જાણતા નથી ! હા ! હા ! આપણે તો આ સાધુથી નકામા છેતરાયા.’
તે વખતે આપણા ત્રણમાંથી એકને પણ એવી બુદ્ધિ ઉત્પન્ન ન થઇ કે જ્યારે પ્રબળ ક્ષુધા લાગશે ત્યારે આપણે શું ખાઇશું ? આ મુનિ તો હંમેશા તપશ્ચર્યા કરવાના અભ્યાસી હોવાથી એકાદ દિવસ વધારે થયો હોત તો પણ સૂકાઇ જાત નહીં. અને તપનો અભ્યાસ નહિ હોવાથી આપણને તો આજે મોટું દુઃખ ઉત્પન્ન થયું! હાથે કરીને પેટ ચોળીને શૂળ ઉભું કર્યું. આપણા જેવા કોણ મૂર્ખ હોય કે જે ઘર બાળીને તીર્થ કરે ?'
આમ દાન આપ્યા પછી સત્ત્વ રહિત એવા તેઓએ ચાર વખત પશ્ચાતાપ કરવા વડે મુનિદાનનું ફળ અલ્પ કરી નાખ્યું. ભદ્ર ધનસાર શ્રેષ્ઠી ! તે ત્રણે આયુષ્ય સમાપ્ત કરી મરણ પામીને તમારા પુત્રો થયા, અને ચાર વખત ધન તથા વૈભવાદિકથી રહિત થયા.’
દાન આપ્યા પછી પશ્ચાત્તાપાદિ દોષથી તેઓ દોષિત થયા હતા. તેથી અહીં વારંવાર લક્ષ્મી મળી, પણ પાછા નિર્ધન થઇ ગયા. સર્વ અર્થને સાધતો દાનધર્મ જો દૂષિત થાય તો પણ મૂળથી તેનો નાશ થતો નથી, તેથી ધન્યકુમારની સાથે તેઓ જોડાયા ત્યારે તેમની લક્ષ્મી સ્થિર થઈ.
જે પાડોશી સ્ત્રીઓએ ધન્યકુમારના પૂર્વભવની માતાને અખંડ એવા અનુકંપાના અધ્યવસાયથી બાળકનું દુઃખ મટાડવાને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org