________________
પત્નીઓનાં વ્યંગવચન અને ધન્યકુમારનું સત્ત્વ
૨૨૭ સહાય કરનાર થયો છે. હું તમારું કલ્યાણકારી વાક્ય શ્રુતિની જેમ સ્વીકારીને વ્રત ગ્રહણ કરવા જાઉં છું. તેથી તે સ્ત્રીઓ ! તમે પણ હવે પતિના માર્ગે ગમન કરવા સજ્જ બનજો !
આમ સર્વ પત્નીઓને ઉત્તેજિત કરીને, યોગીઓને પણ આશ્ચર્ય પમાડતા શુદ્ધ બુદ્ધિવાળા ધન્યકુમાર પત્નીઓને પણ વ્રત લેવામાં સાવધાન કરવા લાગ્યા.
ધન્યકુમારની લક્ષ્મીનો વિસ્તાર આ પ્રમાણે હતો, ઋદ્ધિ અને સમૃદ્ધિથી ભરેલા પંદરસો ગામ તેમની માલિકીમાં હતાં. પાંચસો રથો, પાંચસો ઘોડા, પાંચસો ઉત્તમ મોટા ધવળમંદિરો, પાંચસો દુકાનો, પોતાની બુદ્ધિ અનુસાર જય વિક્રય વગેરે સર્વ વ્યાપારની ક્રિયા કરવામાં કુશળ એવા પાંચ હજાર મુનીમો, સમુદ્રમાં વ્યાપાર કરવાના સાધનભૂત પાંચસો વહાણો, અતિ અદ્દભુત રાજમંદિરને પણ જીતે એવા દેવવિમાનનો ભ્રમ કરાવનારા સાતભૂમિવાળા આઠ મહેલો, આઠ પત્નીઓ, પ્રત્યેક પત્નીની નિશ્રાએ એકેકે ગોકુળ એટલે આઠ ગોકુળ (એક એક ગોકુળમાં દશ હજાર ગાયો) આટલાના તે સ્વામી હતા.
તદુપરાંત ધન્યકુમારે ભંડારમાં, વ્યાપારમાં, વ્યાજમાં વસ્ત્રોમાં, આભરણોમાં, અને ઘરના રાચ-રચીલામાં એ રીતે પ્રત્યેકમાં છપ્પન છપ્પન સુવર્ણ કોટિ દ્રવ્ય સ્થાપેલું હતું.
આઠ પત્નીઓની નિશ્રાએ એકેક કરોડની કિંમતનું સુવર્ણ હતું, તે પ્રમાણે આઠે પત્ની પાસે આઠ કરોડનું સોનું હતું. વળી ધાન્યના કોઠારો હજારો હતા, તેમાંથી અનેક ગામોમાં દીન, હીન, દુઃખિત જનોના ઉદ્ધાર માટે દાનશાળાઓ ચાલતી હતી, વળી મનમાં ચિંતવેલા ભોગ સંભોગાદિકને, ઇંદ્રિયનાં સુખોને, યશકીર્તિને તથા ઐહિક સર્વ ઈચ્છિત સુખોને આપવાના સ્વભાવવાળો ચિંતામણિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org