Book Title: Dhanya kumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 247
________________ ૨૩૮ ધન્યકુમાર ચરિત્ર મહર્ષિઓ તો ઉચિત આંગણામાં ઊભા રહ્યા, એક પગલું પણ આગળ વધ્યા નહિ, તેમ બીજું કાંઈ બોલ્યા પણ નહિ, માત્ર સર્વાર્થની સિદ્ધિ કરનાર મૌન ધારણ કરીને ઊભા રહ્યા. * આ બાજું પુત્ર તથા જમાઈ મુનિનાં વંદન કરવાની ભાવનામાં તથા ઉત્સાહમાં વ્યગ્ર ભદ્રામાતા વિચાર કરે છે : ' અહો ! હજુ પણ મારા ભાગ્ય જાગતા છે કે જેથી મારો પુત્ર અને જમાઈ બંને આજે શ્રી વીરભગવંતની સાથે અહિં આવેલા છે; તેથી ત્યાં જઈને તેમને નમસ્કાર કરીને અતિ ભક્તિપૂર્વક આમંત્રણ કરૂં અને જો તેઓ પધારે તો આનંદથી ભાત પાણી દ્વારા લાભ લઉં, પૂર્વે સંસારી અવસ્થામાં જે વિવિધ રસ દ્રવ્યના સંયોગ વડે નિષ્પન્ન કરેલી રસોઈ વડે તેઓનું જે પોષણ કરેલ છે, તે તો ઐહિક મનોરથની સિદ્ધિ કરનાર, સંસારપરિભ્રમણના એક ફળરૂપ હતું, હમણાં તો જે ભક્તિ વડે અન્ન-પાનદ્વારા તેઓનું પોષણ થશે, તે ઉભયલોકમાં સુખાવહ અને પ્રાંતે મુકિતપદને આપનાર થશે'. આ પ્રમાણે વિચારતાં ભદ્રામાતાની ચક્ષુઓ હર્ષના અશ્રુથી પુરાઈ જવાથી તેણે તેમને દેખ્યા નહિ. તપશ્ચર્યાથી તે મહામુનિઓનું રૂપ પરાવર્તન થઈ ગયેલ હોવાથી શાલિભદ્ર દૃષ્ટિપથમાં આવ્યા છતાં તેમની સ્ત્રીઓએ પણ તેમને ઓળખ્યા નહિં. વીરભગવંતનાં વચનની સત્યતા કરવા માટે ક્ષણભર ત્યાં ઊભા રહીને, વ્રતનો આચાર પાળવામાં તત્પર તે બંને મહર્ષિઓ ત્યાંથી પાછા નીકળ્યા, પણ વિકારની જેમ સ્વઆકારને તેઓએ ઓળખાવ્યો કે બતાવ્યો નહિ. - શ્રી વીર પ્રભુનાં વચનમાં દઢ વિશ્વાસ હોવાથી અન્ય સ્થાનને નહિ ઈચ્છતા તે બંને સમતા ભાવ સહિત ગોચરીની ચર્યાથી પાછા ફર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258