________________
ર૦
પૂર્વ ભવની માતાએ લાભ લીધો
શ્રીવર પરમાત્મા પણ ભૂમિપીઠને પવિત્ર કરતા ફરીને રાજગૃહીમાં પધાર્યા, દેવોએ અષ્ટ મહાપ્રાતિહાર્યાદિકની રચના કરી. તે દિવસે તે બંને મહર્ષિઓને માસખમણનું પારણું હતું, પરંતુ અહંકાર રહિત તથા ખાવાની લોલુપતા વગરના તેઓ ગોચરી જવાની અનુજ્ઞા લેવા માટે શ્રી વીરભગવંતની પાસે આવ્યા અને વિનયપૂર્વક તેમણે પ્રણામ કર્યા.
તે સમયે વીરભગવંતે શાલિભદ્ર તરફ જોઈને કહ્યું; “વત્સ ! આજે તને તારી માતા પારણું કરાવશે.' ( આ પ્રમાણે વિરભગવંતનાં વચન સાંભળીને તેમની અનુજ્ઞા લઇ ધન્ય અને શાલિભદ્રમહર્ષિ રાજગૃહીમાં આવ્યા. શ્રી વીરભગવંતનાં વચન પ્રત્યેની શ્રદ્ધાથી તેઓ ફરતાં ફરતાં ભદ્રાના આવાસે ગયા અને તે બંનેએ ધર્મલાભરૂપ આશીર્વાદ આપ્યો. પરંતુ પોતપોતાની પ્રવૃત્તિઓમાં વ્યગ્ર હોવાથી ભદ્રાનો સમગ્ર પરિવાર તે અવસરે આ બન્ને મહર્ષિઓની સામે પણ જોઈ શક્યો નહિ.
ત્યાં કોઈ બોલ્યું નહિ, તેમ આદર પણ આપ્યો નહિ, બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org