________________
૨૩૬
ધન્યકુમાર ચરિત્ર
આ પ્રમાણે કહીને અક્રૂ સારતી તે વૃદ્ધાઓ એકાંતમાં ચાલી ગઇ. પછી તે બંને ધન્યકુમાર તથા શાલિભદ્રે પોતપોતાનાં મસ્તકનો સ્વયં પંચમુષ્ઠિ લોચ કર્યો; શ્રેણિક તથા અભયકુમાર વગેરેએ તેમને મુનિવેશ આપ્યો. તે વેશ પહેરીને તે બંને શ્રી વીર ભગવંતની પાસે આવ્યા.
મહાવીર પરમાત્માએ તે બંનેને મહાવ્રત ઉચ્ચરાવી દીક્ષા આપી.
સુભદ્રાદિ આઠેને પણ દીક્ષા આપીને આર્ય ચંદનબાળા મહત્તરા પાસે મોકલી; ત્યાં તેઓ ગ્રહણા અને આસેવના -એ બંને પ્રકારની શિક્ષા વગેરે શીખવા લાગ્યાં.
તે બંને પાંચ મહાવ્રતોને વિધિપૂર્વક ગ્રહણ કરી દેવેંદ્ર તથા નરેન્દ્રોથી પ્રશંસા કરતા મહામુનિ થયા. શ્રીવીર ભગવંતે સુવિહિત સ્થવિર પાસે તે બંનેને મોકલ્યા. પછી શ્રેણિક, અભયકુમાર વગેરે શ્રી જિનેશ્વરદેવને નમીને તથા સર્વ સાધુઓને વંદન કરીને તે બંને મુનિની પ્રશંસા કરતાં સ્વસ્થાને ગયા.
તે ધન્યકુમાર તથા શાલિભદ્ર બન્ને મહર્ષિઓ સ્થવિરોની પાસે ગ્રહણા ને આસેવના શિક્ષા અપ્રમત્ત ભાવથી શીખ્યા અને સ્થવિરની સાથે ઘણો સમય સુધી પૃથ્વી ઉપર વિચર્યા.
જ્ઞપરિક્ષાથી માંડીને સંપૂર્ણ અગ્યારે અંગો તેઓ ભણ્યા અને તેના સૂત્રાર્થોના અધ્યયનમાં લીન થઇને ગીતાર્થ થયા.
પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તીવ્ર તપશ્ચર્યા કરીને થોડા જ સમયમાં તેઓ મુનિપુંગવ થયા. અપ્રમત્ત ભાવથી ઇચ્છારોધ કરીને એક, બે, ત્રણ, ચાર યાવત્ માસક્ષમણાદિ વિવિધ તપસ્યાઓ કરીને એ બંને મહર્ષિઓ બાર વર્ષ સુધી સ્થવિરની સાથે વિવિધ દેશોમાં વિહાર કરી શ્રી વીર ભગવંતની પાસે આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org