________________
૨૩૫
ધન્ના-શાલિભદ્રજીનો પ્રવ્રજ્યા સ્વીકાર ગૃહસ્થ ઘરમાં આગ લાગે ત્યાજ જે વસ્તુ (હિરણ્ય રત્નાદિ) ઓછા ઓછા ભારવાળી અને બહુ મૂલ્યવાળી હોય તે લઈને એકાન્તમાં ચાલ્યો જાય છે, પછી તે જ વસ્તુ લોકમાં તેના હિત માટે, સુખ માટે અને સામર્થ્ય માટે ભવિષ્યકાળમાં થાય છે, તેવી રીતે અમે પણ અદ્વિતીય એવા ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનને પ્રિય એવા મારા આત્મરૂપ ભાંડને સંસારઅગ્નિમાંથી બહાર કાઢી લીધો છે-બળતામાંથી બહાર લાવ્યા છીએ ! આપ અમારા આત્માના શરણ બની અમને દીક્ષા આપો,(પ્રત્યુપેક્ષણાદિ શીખવીને) આપ જ તે આત્માને ઉત્તમ કરો, (સૂત્રાર્થાદિ ગ્રહણ કરાવીને) આપ જ તેને-આત્માને ભણાવો, અને આપ જ આચાર ગોચરી, વિનય, કર્મક્ષયાદિરૂપ ફળવાળું ચારિત્ર, પિંડવિશુદ્ધયાદિ તેમજ સંયમયાત્રા તેને શીખવો અને તે માટે જ આહાર વિગેરે ધર્મો કરવાના બતાવો.”
આ પ્રમાણે સિદ્ધાંતમાં પ્રસિદ્ધ વિજ્ઞપ્તિ તેમણે ભગવંતને કરી. તે વખતે શ્રી વીરભગવંતે તેમને કહ્યું; “જેવી રીતે આત્મહિત થાય તેમ કરો, તેમાં કોઇનો પ્રતિબંધ ગણશો નહિ.”
આ રીતે શ્રી વિર ભગવંતની આજ્ઞા મળવાથી તે બંને ઇશાન ખૂણામાં અશોકવૃક્ષની નીચે ગયા, અને ત્યાં જઈને પોતાની મેળે જ આભરણો ઉતારી નાખ્યાં. કુળવૃદ્ધ સ્ત્રીઓએ તે ધવળ વસ્ત્રમાં ગ્રહણ કરી લીધાં.
પછી તે કુલવૃદ્ધાઓએ કહ્યું; “હે વત્સો ! તમે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા છો. આ વ્રત પાળવું અતિ દુષ્કર છે, ગંગાના પ્રવાહની સન્મુખ જવા જેવું છે, તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે, લોઢાના ચણા ચાવવા જેવું છે, ભાલાના અગ્રભાગથી ખરજ ખંજવાળવા જેવું છે, તેથી હે ભદ્રો! તમે સ્વાર્થ સાધવામાં બિલકુલ પ્રમાદ કરશો નહિ.
:
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org