________________
પત્નીઓનાં વ્યંગવચન અને ધન્યકુમારનું સત્ત્વ
૨૨૫
તો પછી આ જન્મમાં પણ દેવતાના ભોગવિલાસ ભોગવનાર વળી રત્નના તથા સુવર્ણના આભરણો ચક્રવર્તી અથવા તો ત્રૈલોક્યાધિપતિ શ્રી જિનેશ્વરના ઘેર પણ ફેંકી દીધેલા પુષ્પની માળાની માફક નિર્માલ્યતા પામતાં નથી, તે આભરણો જેને ત્યાં હંમેશાં નિર્માલ્યપણું પામીને ફેંકી દેવાય છે, અને પછીથી તેની કોઇ સંભાળ પણ કરતું નથી.’
વળી જેને ઘેર સુવર્ણ તથા રત્નમય દેવદૃષ્ય વસ્ત્રો પણ શ્લેષ્માદિની માફક જુગુપ્સા કરવા લાયક ગણાય છે, ઉદ્યમવંત પુરૂષો જગતમાં પરિભ્રમણ કરે ત્યારે તેમાંના રત્નના વ્યાપારીઓને જેવું એક રત્ન પણ મળી શકતું નથી તેવા રત્નોના સમૂહ જેના પગની આગળ રખડે છે, અને તેવાં રત્નો વડે જેના ઘરનું ભૂમિતળ બાંધેલું છે, વળી જેને મેનકા-રંભા-તિલોત્તમા જેવી રૂપસુંદરીઓનો તિરસ્કાર કરે તવી બત્રીસ પત્નીઓ છે, વળી જે કૃમિના રંગની જેમ હંમેશાં રાગમાં રંગાયેલ છે, જેની સ્ત્રીઓ પતિના વચનને અનુકૂળપણે વર્તનારી છે, સ્ત્રીઓની ચોસઠ કળામાં નિપુણ છે.'
હંમેશાં પ્રતિક્ષણે પતિનાં ચરણની સેવામાં જેઓ તત્પર છે, જેના હાવભાવ તથા વિલાસો વડે દેવો પણ સ્નેહ પામે-મોહી જાય તેવા હાવભાવવાળી છે, જેઓનાં અંગમાં જરાપણ દોષ નથી, કામદેવે સર્વ શક્તિનો ઉપયોગ કરી વહેંચી દઇને જાણે આ બત્રીશ સ્ત્રીઓ બનાવી હોય તેવી જે દેખાય છે, તે સ્ત્રીઓમાંથી એકેકને જે ત્યજે છે, તેવાને તમે કાયર-બ્લીકણ કહો છો, તેથી તમારૂં નિપુણપણું અને નિપુણતાનું જ્ઞાન જાણ્યું ! તમે પણ બહુ નિપુણ દેખાઓ છો ! પરંતુ તમે શું કરો ? અનાદિના મોહથી આવૃત્ત થયેલ જીવોની આવી જ પ્રકૃતિ હોય છે કે તેઓ વગર બોલાવ્યા પણ બળાત્કારે મૂંઝાઇ જઇ પરના અનેક ગુણોને છોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org