________________
૨૨૬
ધન્યકુમાર ચરિત્ર દઈને અછતા એવા દોષોને ઉપજાવી કાઢી બોલ્યા કરે છે.
આ જગતમાં ગૃહશૂર-પુરૂષો તો હજારો હોય છે, કહ્યું છે કે, परोपदेशकुशलः दृश्यन्ते बहवो जनाः ।। स्वयं करणकाले तैश्छलं कृत्वा प्रणश्यते ॥ १ ॥
પરોપદેશમાં કુશળ ઘણા માણસો દેખાય છે; પણ પોતાને કરવાનો સમય આવે છે ત્યારે છળ કરીને તેઓ છટકી જાય છે.”
પરંતુ રણમાં વીરપુરૂષોની જેમ યુદ્ધના સમયે સન્મુખ ભાવથી દઢ હૃદયવાળા થઈને કર્તવ્યમાં જ એક સાધ્ય રાખનારા બહુ સ્વલ્પ હોય છે. લૌકિક વ્યવહારમાં પણ દુષ્કર કાર્યની વાતો કહેતી વખતે વાતો કરનારા ઘણા દેખાય છે. પરંતુ તે કાર્ય કરવાનું હોય ત્યારે કોઈ ઉભું રહેતું નથી, તેમ અહીં પણ દીક્ષાની શિક્ષા દેવા માટે કોણ હોશિયારી ન દેખાડે?
પરંતુ સ્વામી ! “અગ્નિને પીવાની જેમ દીક્ષા ગ્રહણ કરવી અતિ દુષ્કર છે.” શાલિભદ્રની માતાએ શાલિભદ્ર એકને જ જણ્યો છે, કે જે આવું દુષ્કર વ્રત ગ્રહણ કરવાને તત્પર થયો છે. જો તમારા હૃદયમાં દીક્ષા લેવી સહેલી લાગે છે તો પછી ભોગોને રોગની જેમ ત્યજીને તમે કેમ દીક્ષા લેતા નથી ?”
પત્નીઓની ઉપરોક્ત ઉત્તમ વાણીને સાંભળીને ધન્યકુમાર ઉત્સાહપૂર્વક બોલ્યા, “અહો ! તમે ધન્ય છો, કારણ કે તમે બધાયે અવસરને ઉચિત આવાં શુભ વાક્યો બોલીને તમારી ઉત્તમ કુળની પ્રસૂતિ પ્રગટ કરી દેખાડી છે. કુળવંતી સ્ત્રીઓ વગર બીજી કોણ આવું બોલવા સમર્થ થાય? હું ધન્ય છું, “આજે મારું નામ યથાર્થ થયું છે. હવે મારાં ભાગ્યે જાગૃત થયાં છે. હું શાલિભદ્રથી પણ અધિક ભાગ્યવાન છું, કારણ કે અંતરાય કરનાર સ્ત્રી સમૂહ પણ આ પ્રકારે શિખામણનાં વચનો દ્વારા મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org