________________
૨૩૨
ધન્યકુમાર ચરિત્ર - ‘શ્રી જિનેશ્વરના ધર્મને જાણનારા હોવા છતાં આવાં અશુદ્ધ વચનો તમારા મુખમાંથી કેમ નીકળે છે? તેના વિવાહાદિ મહોત્સવો તો અનંતવાર તમે કર્યા, તો પણ તૃપ્તિ થઇ નહિ, પરંતુ આ ભવમાં તમને બંનેને પરમ સુખના હેતુભૂત ચારિત્રોત્સવ કેમ કરતાં નથી ? સંસારમાં જે સબંધો ધર્મની આરાધનામાં સહાય કરનારા થાય તે જ સંબંધો સફળ છે, બીજા સંબંધો તો વિડંબનારૂપ છે.’
તેથી ઘરે જઇને ચિત્તની પ્રસન્નતાથી પુત્રના મનોરથની પૂર્તિ કરો, કે જેથી તમારો સંસાર પણ અલ્પ થાય. મેં તો ચારિત્ર ગ્રહણ કરવાનો નિરધાર જ કર્યો છે, તે જગતની સ્થિતિ પલટાઈ જાય તોપણ કોઇ અન્યથા કરવાને સમર્થ નથી.’
‘સંસારના પાસમાં નાંખવાના ગુણવાળાં તમારા સ્નેહગર્ભિત દીન વચનો સાંભળીને હું ચલાયમાન થાઉં તેમ નથી. સંસારના સ્વાર્થમાં એકનિષ્ઠ થયેલાઓ વિવિધ રચના વડે વિલાપ કરે છે, પરંતુ હું તેવો મૂર્ખ નથી કે ધતુરો વાવવા માટે કલ્પવૃક્ષને છેદી નાખું ?’
‘તમારાં સ્નેહવચનો પરમ આનંદ આપનારાં થતાં હતાં, તે દિવસો હવે ગયા છે. હવે તો શ્રી વીરભગવંતનું ચરણ એ જ શરણ છે, હવે સ્વપ્નમાં પણ બીજા વિકલ્પો આવવાના નથી; તેથી હવે તાકીદે ઘરે જાઓ, અને પુત્રને સંયમ ગ્રહણ કરવામાં વિઘ્ન કરનારાં ન થતાં તેને સહાયક બનો.'
આ રીતના સત્ત્વ તથા વિવેકયુક્ત ધન્યકુમારનાં નિર્મળ વચનોને સાંભળીને મોહના કારણે તદન નિરાશ થઇ ભદ્રામાતા પોતાના ઘરે આવ્યાં.
ધન્યકુમાર હર્ષના સમૂહથી ભરેલા હૃદયવડે મોટા આડંબર સાથે વ્રત ગ્રહણ કરવા માટે ચાલ્યા.
તે સમયે જેવી રીતે લક્ષ્મી પુન્યને, ગ્રહો સૂર્યને અને સિદ્ધિઓ સત્ત્વને અનુસરે છે, તે રીતે તેમની સર્વે પતિવ્રતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org