Book Title: Dhanya kumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 237
________________ ૨૨૮ ધન્યકુમાર ચરિત્ર રત્ન જેવો મણિ જે ગંગાદેવીએ તેમના બ્રહ્મચર્યથી વશ થઇને આપેલ હતો તેમની પાસે હતો. બીજી પણ અમૂલ્ય વિવિધ ગુણો તથા સ્વભાવવાળી રત્નૌષધિ વગેરે સંખ્યાબંધ વસ્તુઓ તેમની પાસે હતી. અનેક દેશાંતરમાંથી આવેલ રાજાઓને પણ દુર્લભ એવા મણિ રસાયણાદિક ગણત્રી વગરના પાસે હતા. વળી પ્રતિમાસે અને પ્રતિવર્ષે સાર્થવાહ, મોટા શ્રેષ્ઠી અને રાજાદિકો સ્વદેશ પરદેશમાંથી આણેલી વસ્તુઓ કે જે શોધવા જતાં પણ મળે નહિ તેવી વસ્તુઓ હર્ષપૂર્વક લાવીને ધન્યકુમારને ભેટ આપતા હતા તેમજ સ્વજન તથા મિત્રાદિક પાસે પણ પુષ્કળ સંપદા હતી. અતિ ઉત્કૃષ્ટ પુન્યોદયનું આ પ્રત્યક્ષ લક્ષણ હતું. આવી મહાઋદ્ધિના વિસ્તારવાળા અધિક સત્ત્વવંત ધન્યકુમાર તે સર્વને તૃણતુલ્ય ગણીને વ્રત ગ્રહણ કરવાને ઉદ્યત થઇ ગયા; કારણ કે ‘સત્ત્વવંત પ્રાણીઓ ઉત્તમ અર્થ સાધવામાં ઢીલ કરતા નથી'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258