________________
૨૨૪
ધન્યકુમાર ચરિત્ર
પરંતુ તે જે કહ્યું કે, ‘તે હંમેશાં એક એક સ્ત્રીને ત્યજે છે.’ તેમ કરવાથી તો તારો ભાઇ મને બહુ ભીરૂ જણાય છે. પ્રિયે! કાયર પુરૂષ હોય તે જ ધીર પુરૂષ કરેલી વાર્તા સાંભળીને ઉલ્લસાયમાન થાય છે, ધીરના આચરણાનુસાર કરવાને ઇચ્છે છે, તે પ્રમાણે આદરવાને તૈયાર થાય છે; પરંતુ પછી અલ્પ સત્ત્વવંત હોવાથી મંદ થઇ જાય છે.'
‘નહિ તો શ્રી વીરભગવંતના વચનામૃતથી સીંચાયેલ અને વ્રત લેવાના પરિણામરૂપી અંકુર જેને ઉદ્ભવેલ છે તે મંદ કેવી રીતે થાય ? ધીરપુરૂષ તો જે નિર્ણય કરે તદનુસાર વર્તે જ છે, પ્રાણાંતે પણ નિર્ણયને ત્યજતા નથી.’
‘પ્રિયે ! પહેલાં તો પ્રાણીઓ અલ્પકાળમાં કાર્ય કરવાની ઇચ્છાવાળા થાય છે પરંતુ પછીથી નિઃસત્વ પ્રાણીઓ વિલંબ વગર કાર્ય સિદ્ધ કરી શકતા નથી. તેથી તત્ત્વજ્ઞ એવા સાત્ત્વિક પ્રાણીઓ વિલંબ વગર કાર્ય સાધવામાં જ વિશિષ્ટતા માને છે, તેઓ કોઇપણ કાર્ય કરવા ધારે છે તો પછી જેમ શીઘ્ર થાય તેમજ તેઓ કરે છે. તેમાં વિલંબ કરતા નથી.’
આવાં પોતાના પતિ ધન્યકુમારનાં સત્ત્વગર્ભિત વચનોને સાંભળીને સર્વે સ્ત્રીઓ પણ શાલિભદ્રના વૈરાગ્યથી વિસ્મિત થતી કહેવા લાગી; ‘પ્રાણેશ ! સત્ત્વવંત પુરૂષોને પોતાના હસ્તથી સાગર તરવો સહેલો છે, પરંતુ શુભ ધ્યાનવડે પુરૂષોએ જિનાજ્ઞાને અનુરૂપ તપ કરવો તે દુષ્કર છે. કારણ કે સર્વ આગમમાં કુશળ અને જિનકલ્પ પાળનારા ચૌદપૂર્વધરો પણ પતિત થયેલ સંભળાય છે, તો પછી બીજાની શી વાત? આ જગતમાં દુ:ખિત થતા સાંસારિક જીવો આજીવિકાનાં દુઃખથી સંતાપ પામે છે, અને મોક્ષસુખના એકાંત કારણભૂત તપ સંયમ છે તેમ કથંચિત્ જાણે છે તો પણ ચરિત્ર ગ્રહણ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org