________________
૧૮
પત્નીઓનાં વ્યંગવચન અને ધન્યકુમારનું સત્ત્વ
એક અવસરે શાલિભદ્રની બહેન સુભદ્રા પોતાના સ્વામી ધન્યકુમારનું મસ્તક સુગંધી જળ વડે ધોઈને, અતિ સુગંધી તૈલાદિ તેમાં નાખવા પૂર્વક કાંસકીથી વેણી ગૂંથતી હતી, બીજી સ્ત્રીઓ પણ યથાસ્થાને બેઠી હતી.
તે સમયે સુભદ્રાની આંખમાંથી બંધુના વિયોગદુઃખના સ્મરણના કારણે ચિત્ત અસ્વસ્થ થવાથી, શૂન્યતાને લીધે કાંઈક ઉષ્ણ અશ્રુઓ ધન્યકુમારના બંને સ્કંધ ઉપર પડ્યાં.
ધન્યકુમારે ઉષ્ણ અશ્રુબિંદુના સ્પર્શથી ઉંચું જોયું, અને પ્રિયાના નેત્રમાં આંસુ જોઈ કહ્યું, “પ્રિયે! આ અશ્રુપાતનું શું કારણ છે? શું કોઈએ તારી આજ્ઞાનું ખંડન કર્યું છે? અથવા કોઇએ તને મર્મવચનો કહ્યાં છે? અથવા કોઈએ હલકાં વચનો કહ્યાં છે? પૂર્વે કરેલ પુન્યના પ્રભાવથી ઉત્પન્ન થયેલ, સકળ સુખથી ભરેલા મારા ઘરમાં તને દુઃખનો ઉદય કેવી રીતે થયો કે જેથી તું આ અકાળે ઉત્પાત કરાવનાર વરસાદના કણીઆના જેવાં આંસુઓ પાડે છે ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org