Book Title: Dhanya kumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 229
________________ ૨૨૦ ધન્યકુમાર ચરિત્ર તેને કહેવું, જેનું ચિત્ત ડોળાઇ ગયું હોય તેને કહેવું નિરર્થક છે.” તેથી તેઓને ઉપદેશ આપવો નહિ. નિપુણ શ્રોતાઓનો સંયોગ મળે તો વક્તા તથા શ્રોતા બંનેનું ચિત્ત ઉલ્લાસને પામે છે. - ધનસાર શ્રેષ્ઠી દેશના સાંભળી કર્મના વિપાકને સમજીને સંસાર ઉપર વૈરાગ્ય ભાવ આવવાથી સૂરિમહારાજને નમસ્કાર કરી કહેવા લાગ્યા : “ગુણના ભંડાર ! સંસારમાં અનાદિ ભવભ્રમણથી ઉદ્વિગ્ન થયેલો હું આપના શરણે આવ્યો છું, તેથી મારા ઉપર કૃપા કરીને મને ચારિત્રરૂપી પ્રવહણ આપો, કે જેથી તેના ઉપર બેસીને હું સંસારસમુદ્રનો પાર પામું; તેમ થવાથી આપને પણ મહાન યશ મળશે.' ગુરૂમહારાજે ફરમાવ્યું: “દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મકૃત્યમાં પ્રતિબંધ ન કરો.” પછી સર્વ પરિગ્રહને ત્યજી દઈને પોતાની પત્ની સહિત ધનસાર શેઠે તથા તેમના ત્રણ પુત્રો ધનદત્ત, ધનદેવ તથા ધનચંદ્ર ચારિત્ર અંગીકાર કર્યું. પ્રિયાઓ સહિત ત્યાં આવેલા ધન્યકુમારે આચાર્ય મહારાજને તથા નૂતનદીક્ષિત માતા-પિતા તથા ત્રણ બંધુઓ આદિને વંદન કરીને અશુભ કર્મોનો નાશ કરવાવાળો શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યો. પછી ભક્તિથી મુનિઓને વારંવાર નમીને તેઓ પોતાના ઘેર આવ્યા. ત્યારબાદ તે ધન્યકુમાર ગુરૂએ કહેલ પૂર્વ જન્મના દાનધર્મને સંભારતા વિશેષ વિશેષ ધર્મપ્રવૃત્તિ કરવા લાગ્યા અને મુનિધર્મનો સ્વીકાર કરનાર પોતાનાં માતા-પિતા, તથા તપમાં મગ્ન થયેલા પોતાના ધનદત્ત આદિ વડિલ બંધુઓના ગુણોનું સ્મરણ કરતાં, સ્તવના કરતાં, જ્યેષ્ઠ બાંધવોને સ્તવતાં, અને પુણ્યના વિપાકને ભોગવતાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. હે ભવ્ય જીવો ! મુનીશ્વરને આપેલ દાનનું ફળ જુઓ ! જે દાનના પ્રભાવથી ધન્યકુમાર જ્યાં ગયા ત્યાં આગળથી જ મૂકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258