________________
૨૧૬
ધન્યકુમાર ચરિત્ર મૂડી કરતાં વ્યાજે મૂકેલ ધનને વધારે માને છે, તેમ તે દાનને અધિક માનવા લાગ્યો. તે સુરૂચિ બાળકે અતિ બહુમાનપૂર્વક આપેલ દાન અને તેની અનુમોદનાથી મોક્ષપ્રાપ્તિને યોગ્ય તીવ્ર રસવાળું અને ભોગફળ આપનારૂં કર્મ તેણે ઉપામ્યું.
તે બાળકને અતિ માદક આહાર જમવાથી તે રાત્રે જ અજીર્ણ થયું; અજીર્ણના દોષથી તેને તે રાત્રે જ વિસૂચિકા ઉત્પન્ન થઈ; તે વિસૂચિકાની પીડાથી મુનિદાનને સંભારતો તે બાળક મૃત્યુ પામીને આ તારો પુત્ર ધન્યકુમાર થયો છે.
મુનિદાનના પ્રભાવવડે તે યશ, મહામ્ય તથા અભુત સંપદાનું ક્રીડાસ્થાન થયો છે. કહ્યું છે કે : “સારા ક્ષેત્રમાં વાવેલ ધાન્ય તો શતગણું થાય છે; પણ પાત્રમાં વાવેલું બીજ તો વડના બીજથી વડવૃક્ષની જેમ અનંતગણું થાય છે.'
“ધન્યકુમારના ત્રણે બંધુઓએ કરેલા કર્મના પરિણામની વિચિત્રતા દેખાડનારો તેમના પૂર્વભવનો વૃત્તાંત હવે સાંભળો.”
આમ શ્રી ધર્મઘોષ આચાર્ય મહારાજનાં વચન સાંભળીને ન વર્ણવી શકાય તેવી વિચિત્રતાવાળા કર્મવિપાકથી ચિત્તમાં ચમત્કાર પામી ધનસાર વગેરે શ્રોતાજનો “તહત્તિ' કહીને બન્ને હાથ જોડી તેમનું કથન સાંભળવા લાગ્યા.
સૂરિમહારાજે ફરમાવ્યું : “સુગ્રામ નામના ગામમાં નજીકનજીક જેઓનાં ઘરો આવેલાં છે તેવા સંપત્તિરહિત થઈ ગયેલા ત્રણ કુળપુત્રો રહેતા હતા, કે જેઓ પરસ્પરના મિત્રો હતા. તે ત્રણે ધનના અભાવથી અને અન્ય વ્યાપારાદિકમાં કાંઈ લાભ નહિ મળવાથી વગડામાં જઈને ત્યાંથી કાષ્ઠના ભારા લાવી આજીવિકા ચલાવતા હતા.'
એક દિવસે ત્રણે જણા કાષ્ઠ લાવવાને માટે પોતપોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org