________________
ધન્યકુમારનો પૂર્વભવ
૨૧૫
મુનિ પાછા વળ્યા એટલે આઠ પગલાં મુનિની પાછળ જઇને, ફરીથી તે મુનિને નમસ્કાર કરી તે અધિક સત્ત્વવંત બાળક પોતાના આત્માને કૃતકૃત્ય માનતો પાછો ફર્યો.
આનંદના સમૂહથી ઉભરાઈ જતા અંતઃકરણવાળા તે બાળકની દાનના આનંદથી ક્ષુધા-તૃષા નાશ પામી ગઇ, એટલે તે ઘરમાં આવી થાળીના કાંઠા ઉપર ચોંટેલી ખીર ચાટવા લાગ્યો, અને આપેલ દાનની તે બાળક અનુમોદના કરવા લાગ્યો.
તેના પવિત્ર હૃદયમાં ભાવના પ્રગટી : ‘અહો ! આજે બહુ સારૂં થયું, આજે મારા મહાન ભાગ્યનો ઉદય થયો, નહિં તો મારા જેવા રંકના ઘેર મુનિને દેવા યોગ્ય ઉત્તમ ખીર ક્યાંથી હોય? વળી બરાબર સમયે મુનિનું આગમન ક્યાંથી હોય ? કદાચ આ તરફ પધારે તો પણ આવા મહાન શ્રેષ્ઠીઓને છોડીને મારા ઘેર તેઓ ક્યાંથી પધારે ? વળી મારા જેવા બાળકના નિમંત્રણ માત્રથી જ મારી વિનંતિ સ્વીકારીને તેઓ પધાર્યા; આવું અસંભવનીય ક્યાંથી બને ? ખરેખર ! આજે કોઇ મારા મહા પુણ્યનો ઉદય થયો કે જેથી વાદળા વગર વૃષ્ટિ થઇ.’
આ પ્રમાણે વારંવાર અનુમોદન કરતાં તેણે મુનિદાનથી થયેલું પુણ્ય અનંતગણું વધાર્યું.
પછી અત્યંત પ્રમોદથી પાસે પડેલી થાળી તે ચાટતો હતો, તેવામાં પાડોશીને ઘેર ગયેલી તેની માતા આવી. તે થાળીને ચાટતા બાળકને જોઇને વિચારવા લાગી : ‘અહો ! મારો બાળક એક થાળી ભરીને ખીર ખાઇ ગયો. તો પણ હજુ સુધી તેને તૃપ્તિ થઇ નહિં. હંમેશા મારો પુત્ર આટલી ભૂખ સહન કરતો હશે ?'
આ પ્રમાણે તેને ભૂખ્યો જાણીને ફરીથી તેણે ખીર પીરસી, પરંતુ તે બાળક તો ભોજન કરતાં જે દાન અપાયું હતું તેને જ બહુ માનવા લાગ્યો. જેવી રીતે ધનવંત પુરૂષ વ્યાપારમાં રોકાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org