________________
ધન્યકુમારનો પૂર્વભવ
૨૧૩ બીજી બોલી : “નિર્મળ અખંડ એવા શાલીન ચોખા મારે ઘેર છે, તે હું આપીશ, તે લઈ બાળકની ઈચ્છા પૂર્ણ કર.' ત્રીજી બોલી: “અતિ ચોખ્ખી ગંગા નદીના કિનારાની રેતી જેવી ખાંડ હું આપીશ, તે લે.”
ચોથી બોલી : “આજે જ લાવેલું સ્વચ્છ ઘી મારે ઘેર તૈયાર છે, તે હું આપીશ. તે લઈને આ બાળકની ઈચ્છા પૂર્ણ કર.'
આમ તે પાડોશી બાઈઓનાં વચન સાંભળીને પ્રસન્ન થયેલી દુર્ગા કહેવા લાગી : “બહેનો ! કલ્પવૃક્ષતુલ્ય તમારી મારા ઉપર કૃપા થઈ, તેથી મારો મનોરથ સફળ જ થયો એમ હું માનું છું.”
તેઓએ કહ્યું : “હવે બધી સામગ્રી લઈ જાઓ, અને તાકીદે ખીર બનાવીને આ બાળકની ઈચ્છા પૂરી કરો કે જેથી તે બાળકનું મન પ્રસન્ન થાય.'
તે પછી તે વૃદ્ધા તેઓની પાસેથી દૂધ, ખાંડ, ઈત્યાદિ સામગ્રી લઈ આવી અને તેણે ખીર બનાવી. કારણ કે, “પુત્રનું હિત જોવામાં વત્સલ એવી માતા બાળકની ઇચ્છા પૂર્ણ કરવામાં વિલંબ કરતી નથી.” પછી પોતાના પુત્ર સુરૂચિને બોલાવીને ભોજન કરવા માટે તેને બેસાડ્યો અને ખીરથી થાળી ભરી દઈને બાળકની આગળ મૂકી. બાળક પણ તે ખીર બહુ ગરમ છે તેમ જાણીને હાથ વતી પવન નાખીને તેને ઠંડી કરવા લાગ્યો. માએ વિચાર્યું :
આ મારો પુત્ર ઉજ્વલ એવી ખીર ખાય છે, તેથી મારો દૃષ્ટિદોષ તેને લાગો નહિં” આથી વાત્સલ્યભાવે તે પાડોશીને ઘેર ચાલી ગઈ.
બાળક જ્યારે તે ધૂમાડા નીકળતી ગરમ ખીરને શીતળ કરતો હતો, તેટલામાં તેની ઘરની પડખે થઈને એક માસક્ષમણનું પારણું કરવાની ઈચ્છાવાળા મહાગુણના સમુદ્ર ધર્મભૂષણ મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org