Book Title: Dhanya kumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 220
________________ ધન્યકુમારનો પૂર્વભવ ૨૧૧ પોતાના જ આંગણા પાસે રહેનાર એક બાળકને ખીર ખાતો દેખીને આ બાળકની દાઢ ગળવા લાગી, મોઢામાંથી પાણી છૂટવા લાગ્યું. પોતપોતાનાં ઘેરથી બહાર નીકળેલા બાળકો પરસ્પર વાતો કરવા લાગ્યા : ‘અરે ! તેં શું ખાધું ? એકે કહ્યું : “મેં ખીર ખાધી.' બીજો બોલ્યા : ‘આજે અમુક પર્વનો દિવસ છે, તેથી ખીર જ ખાવી જોઇએ.' ત્યાર પછી વળી એક જણાએ તે ડોશીના પુત્ર સુરૂચિને પૂછ્યું : તેં શું ખાધું ?' તેણે કહ્યું : ઘેંશ વગેરે મને મારી માએ જે આપ્યું તે ખાધું.’ ત્યારે તે બધા બાળકો હસતાં હસતાં કહેવા લાગ્યા; ‘આજે ખીર વિના કેમ ચાલે ?’ સુરૂચિએ કહ્યું : ‘મને મારી માએ જે ખાવા આપ્યું તે ખાધું.’ તે ત્યારે એકે કહ્યું : ‘તારી મા પાસે જા, અને તેને કહે કે આજે પર્વનો દિવસ છે, તેથી ખીરનું ભોજન આપે.' આ પ્રમાણે તે બાળકોની વાતો સાંભળીને સૂરૂચિને ખીર ખાવાની ઈચ્છા થવાથી તે ઘેર ગયો અને પોતાની માને તેણે કહ્યું: મા,! ઘી તથા ખાંડ વગેરે સહિત ખીરનું ભોજન આજે મને તુ આપ.’ માતાએ કહ્યું : ‘અરે નિર્ધનને ઘેર ખીર ક્યાંથી મળે ?’ તેણે કહ્યું : ‘ગમે તેમ કરીને પણ આજે તો જરૂર દે.' બાળકનું વચન સાંભળીને તે દુર્ગતા વૃદ્ધા વિચારવા લાગી : બાળકને સાચા ખોટાનું જ્ઞાન હોતું નથી.' કહ્યું છે કે ઃ ‘વત્સ ! આપણા ઘરમાં તો પેટ પૂરૂં ભરાય તેટલું ભોજન મળે તો તે ખીર જ છે. નિર્ધનોનું વાંછિત ક્યાંથી સફળ થાય ?' સુરૂચિ કહે છે : ‘આજે પર્વના દિવસે ખીર વિના બીજું કાંઇ ખાવાનું હોય જ નહિ, તેથી ગમે તેમ કરીને ખીર દે.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258