________________
૧૭ ધન્યકુમારનો પૂર્વભવ
મહાનુભાવો ! કર્મની ગતિ વિચિત્ર અને અનિર્વચનીય છે ! કર્મથી શું શું નથી થતું? જીવોની ગતિ, કર્મની પરિણતિ, પુદ્ગલ પર્યાયોનો આવિર્ભાવ તથા તિરોભાવ વગેરે જિનેશ્વરના આગમ વગર કોણ જાણવાને સમર્થ છે? હું ધન્યકુમારના પૂર્વભવને કહું છું. તે તમે ધ્યાન દઈને સાંભળોઃ
“આ ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠાનપુર નગરમાં વિશ્વના દારિદ્રયથી જ ઘડાયેલી હોય તેવી એક અતિ દુઃખી દુર્ગતા વૃદ્ધા રહેતી હતી. પારકા ઘરમાં ખાંડવું, દળવું, લીંપવું, પાણી ભરવું વગેરે કાર્યો કરી અતિદુઃખથી તે પોતાનો નિર્વાહ ચલાવતી હતી. આ ડોશીને નિર્મળ આશયવાળો, વિનયી, ન્યાયતંત, દાન દેવાની રૂચિવાળો સુરૂચિ નામનો એક પુત્ર હતો. તે લોકોનાં વાછરડાંઓને ચારીને આજીવિકા ચલાવતો હતો.”
આ પ્રમાણે અતિકષ્ટથી તેઓ બંને નિર્વાહ કરતાં હતાં. એકદા કોઈ પર્વના દિવસે વાછરડાને ચારીને તે બાળક ઘેર પાછો આવતો હતો, તે વખતે કેટલાક ઘરમાં ખીરનું ભોજન બનાવેલું ને તેને નાના બાળકો ખાતા હતા અને સ્પર્ધા કરતા હતા. એવું તેણે દીઠું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org