________________
૨૦૨
રીતે જોઇ શકું ?'
આમ અંતરમાં રહેલા વડિલ બંધુઓ પ્રત્યેના અપૂર્વ ભક્તિભાવથી તેમણે પોતાના સેવકોને કહ્યું : ‘આ પરદેશી વ્યાપારીઓને મારશો નહિ, તેઓને આપણે ઘેર પ્રીતિપૂર્વક લઈ આવજો.’
તેમ કહીને ઘોડા ઉપર બેઠેલા ધન્યકુમાર પાછા વળ્યા, રાજસભામાં નહિ જતાં ઘર તરફ ચાલ્યા.
ધન્યકુમાર ચરિત્ર
પાછળ રહેલા ધન્યના સેવકોએ ધનદત્ત આદિ બંધુઓને કહ્યું: ‘ભાઈઓ ! અમારા સ્વામીના ઘેર ચાલો, અમારા સ્વામીએ આદેશ કર્યો છે કે તમને તેમને ઘેર લઈ જવા.' તે સાંભળીને તેઓ ભયભીત થયા, અને બોલવા લાગ્યા : અરે ! આ વળી અમને ઘેર લઇ જઇને શું કરશે ?'
સેવકોએ તેમને કહ્યું : અરે ! ભય ધરશો નહિ. અમારા સ્વામી ઘેર આવેલાને કદિપણ દુઃખ આપતા જ નથી, ઊલટું તેનું સર્વ પ્રકારે દુઃખ ફેડી નાંખે છે.’
આમ કહેવા છતાં પણ તેઓ શંકાયુક્ત બનીને વિહ્વળતા પૂર્વક ધન્યકુમારના ઘેર ગયા. સેવકો તેમને દીવાનખાનામાં લઇ ગયા, અને તેઓએ વિજ્ઞપ્તિ કરીને ધન્યને કહ્યું : ‘આપના આદેશ અનુસાર આ સર્વને અમે અહીં લાવ્યા છીએ. તે સર્વ આપને પ્રણામ કરે છે.’
ધન્યકુમારે તેમના તરફ જોઇને કહ્યું : ‘કેમ ભાઇઓ ! ક્યા દેશમાંથી તમે આવો છો ?’
તેઓએ કહ્યું : ‘સ્વામી અમે માલવ દેશમાં રહીએ છીએ. આજીવિકાની પ્રાપ્તિ માટે ઘઉંની ગુણો ભરી બળદો ઉપર તેને લાદીને અહીં આવ્યા છીએ, પરંતુ અહીં તો ધાન્ય સોંઘું છે, તેથી લાભ થતો નથી, પણ ખોટ જાય છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org