________________
હાર્યા ન માન્યા, તે વાર્યા માન્યા
૨૦૭
સર્વથા ભૂલી જાઓ છો. પણ જો તમારે સુખની ઇચ્છા હોય તો તેની પાસે રહી તેની સેવા કરો, તો જ તમારૂં શ્રેય થશે.’
ધન્યની સંપત્તિના અધિષ્ઠાયક દેવો કે જે ધન્યની પુણ્યાઇથી ખીંચાઇને વગર બોલાવ્યા તેમની સેવામાં રહે છે, તેમની રક્ષા કરે છે. તે દેવોનાં વચનો સાંભળીને તે ડિલ બંધુઓને હૃદયમાં કોઇ અદ્ભુત પ્રભાવ પડ્યો, પ્રતિબોધ પામ્યા. અને તે ધન મૂકી દઇને પાછા ફરી તેઓ ઘરમાં ગયા, અને ધન્યકુમારને કહેવા લાગ્યા : ‘વત્સ ! તું જ ખરો ભાગ્યવંત છે, તું જ ખરો ગુણનિધિ છે, અમે તો નિર્ભાગીમાં અગ્રણી છીએ, આજે દેવતાના મુખથી ઉપદેશ સાંભળી અમને પ્રતિબોધ થયો છે. અરે જગન્મિત્ર ! અત્યાર સુધી માત્સર્યથી ઘેરાયેલા અમોએ અંધકારથી ઘેરાએલા ઘુવડ પક્ષીઓ સૂર્યનો મહિમા ન જાણે તેમ તારો મહિમા જાણ્યો નહિ.’
હે બંધુ ! શરઋતુના ચંદ્રબિંબની સાથે ખદ્યોતના બચ્ચાં જેમ હરીફાઇ કરે તેમ નિર્ભાગી એવા અમે તારી સાથે નકામી સ્પર્ધા કરી. બુદ્ધિ, વિવેક તથા પુન્ય રહિત એવા અમોએ અંતરમાં અભિમાન વધી જવાથી કુળના કલ્પવૃક્ષ જેવા તને ઓળખ્યો નહિ. ચિંતામણિને કાચના કટકા તુલ્ય ગણ્યો, આ સર્વ અમારા અજ્ઞાનના વિલાસની તું ક્ષમા આપ ! તું તો ગુણરૂપી રત્નનો સમુદ્ર છે, અમે તો ખાબોચિયા જેવા ક્ષુલ્લક છીએ. અત્યાર સુધી તારી સાથે અમે જે જે પ્રતિકૂળ વર્તન કર્યું, તે સાંભરતાં અમને બહુ શરમ આવે છે અને તારી પાસે મોઢું શું દેખાડીએ એમ થઇ જાય છે.’
ડિલબંધુઓનાં શુદ્ધ હૃદયના પશ્ચાતાપપૂર્વકનાં વચનોને સાંભળીને ધન્યકુમારે વિનયપૂર્વક કહ્યું :
‘પૂજ્યો ! તમે મારા વડીલો છો. હું તો તમારો લઘુબંધુ તમારા સેવક જેવો છું. આટલા દિવસ સુધી મારા જ દુષ્કર્મનો ઉદય હતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org