________________
આશયવા
જો તમદાર્થ, ગંભ
હાર્યા ન માન્યા, તે વાર્યા માન્યા
૨૦પ તેઓએ જવાબમાં જણાવ્યું : “ભાઈ ! અમે લઘુ ભાઇના ઘરમાં રહેવા ઈચ્છતા નથી, કારણે કે ન્હાના ભાઇના ઘરમાં રહેવાથી અમારી મોટાઈમાં ખામી આવે. શું સૂર્ય શુક્રના ઘરમાં વાસ કરે તો હલકો કહેવાતો નથી ? તેથી બાપનું ધન વહેંચીને અમને આપો, એટલે અમે જુદું ઘર લઈને ત્યાં નિવાસ કરીએ.”
આવી તદન ક્ષુદ્ર મનની અને અયોગ્ય વાત સાંભળવા છતાં પણ વિવેકી અને સરલ આશયવાળા ધન્યકુમાર પોતાના ઔચિત્ય, ઔદાર્ય, ગંભીરતા, આદિ ગુણોને પ્રકટ કરતાં બોલ્યા : જો તમારું અંતઃકરણ પ્રસન્ન રહેતું હોય તો તેમ કરો, હું તો તે રીતે પણ તમારા ચિત્તની પ્રસન્નતા માટે કરવા તૈયાર છું.'
આ પ્રમાણે કહીને ઉદાર દિલના સજ્જન શિરોમણિ ધન્યકુમારે પોતાના મુખ્ય ભંડારીને બોલાવીને આજ્ઞા કરી : “આ ત્રણે પૂજ્ય વડીલ બંધુઓને દરેકને ચૌદ-ચૌદ ક્રોડ સુવર્ણ આપો.'
તે સાંભળીને તેણે કહ્યું : “બહુ સારૂં, સ્વામીની આજ્ઞા મારે પ્રમાણ છે.”
તેમ કહીને તથા પ્રણામ કરીને તે ત્રણેને ભંડારીએ કહ્યું : આવો, પધારો, સ્વામીની આજ્ઞાનુસાર ચૌદ ચૌદ સુવર્ણકોટી તમને આપું.”
તેથી તેઓ ધન ગ્રહણ કરવા ભંડારીની સાથે ચાલ્યા.
તે સમયે જે સભાજનો, પરિજનો તથા અન્ય લોકો ત્યાં બેઠેલા હતા, તેઓ ધન્યના ગુણોથી તથા બંધુઓના દ્વેષથી ચિત્તમાં ચમત્કાર પામ્યા, અને પરસ્પર બોલવા લાગ્યા : “એક તરફ આ ત્રણે બંધુઓનું માત્સર્ય તથા નિર્ધનતા એ બન્નેની કક્ષા; તથા બીજી બાજુ ધન્યકુમારનો બંધુસ્નેહ તથા ઉદારતા એ બન્નેની કક્ષા, એનો વિચાર કરો ! આ જગતમાં પોતાનું અગર પારકું ધન ગ્રહણ કરવાને તો સર્વ ઈચ્છે છે, તેવા તો ઘણા હોય છે, પરંતુ જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org