Book Title: Dhanya kumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 198
________________ ૧૪ માલવેશ્વરનાં રાજગૃહીમાં આતિથ્ય-સત્કાર અને વિદાય અભયકુમારે બુદ્ધિપ્રપંચવડે માલવેશ્વર ચંડપ્રદ્યોતનનો મદ અને દંભ ગાળી નાખ્યો અને પછી માનભેર પ્રદ્યોતન રાજાને રાજગૃહી લાવ્યા. તે સમયે મગધેશ્વર મહારાજા શ્રેણિક અને મંત્રીશ્વર અભયકુમારે બહુમાન દેખાડવા માટે પ્રદ્યોતનરાજાને આગળ કરીને નગરના દ્વારમાં પ્રવેશ કરાવ્યો. સુવર્ણ, રૂપાનાણું તથા ફૂલોથી તેમને વધાવ્યા અને બંદીજનોને ઇચ્છિત દાન આપ્યું. ત્રિપથ, ચતુષ્પથ, મહાપથ, રાજપથાદિકમાં બે, ત્રણ, ચાર, પાંચ, થાવત્ સાત માળવાળા દેવના આવાસ જેવાં મકાનો અને આવાસો તથા મંદિરો જોતાં, અનેક શ્રેષ્ઠીઓ, વ્યાપારીઓ, રાજપુરૂષો અને અનેકાનેક પ્રજાજનોના પ્રણામાદિ સ્વીકારતાં અનુક્રમે તેઓ સર્વે રાજદ્વાર પાસે આવ્યા. એટલે વાહન ઉપરથી ઉતરી શ્રેણિક રાજાએ બહુમાનપૂર્વક પ્રદ્યોતનરાજાને રાજદ્વારમાં પ્રવેશ કરાવ્યો. તે વખતે અંતઃપુરમાં રહેલા સ્ત્રીવર્ગે મણિ તથા મુક્તાફળથી પ્રદ્યોતનરાજાને વધાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258