________________
ધન્યકુમાર બાંધવોને સન્માને છે
૧૯૯ જાણ્યું! જાણ્યું ! હજુ પણ તેના ઉપર તમને તેવું ને તેવું જ મમત્વ છે. જો તે તમારો ગુણવાન પુત્ર હતો તો તે તમને મૂકીને શા માટે ચાલ્યો ગયો? તમારી કૃતનતા પણ જણાઈ ગઈ, ભર પોષણ તો હજુ અમે કરીએ છીએ, છતાં પ્રતિક્ષણે સ્વેચ્છાચારી એવા તેની પ્રશંસા કર્યા કરો છો ? આ તો તમારો દૃષ્ટિરાગ અને તમારી ધૃષ્ટતા છે !”
આમ ઈર્ષ્યાળુ એવા ધનદત્તે અને તેના બીજા ભાઇઓએ પોતાના સરલ તથા ગુણાનુરાગી પિતાની ભર્જના કરી. આ સ્થિતિમાં દિવસો ઉપર દિવસો પસાર થયા. અને સ્ત્રીઓનાં ઘરેણાં વગેરે જે કાંઈ હતું તે વેચીને તેઓ નિર્વાહ કરવા લાગ્યા. તેમ કરતાં ધીમે ધીમે જે કાંઈ હતું તેમાંથી પણ કાંઈક ખવાઈ ગયું. કાંઈક ચાલી ગયું, કાંઈક વેરવિખેર થઈ ગયું, તથા ભોંયમાં દાટેલું પૃથ્વીરૂપ બની ગયું. આમ થતાં રાજ્ય અને બળ નષ્ટ થવાથી એક રાત્રે સેંકડો ભિલ્લોએ એકઠા થઈને તેઓના ઘર ઉપર ધાડ પાડીને બાકી રહેલાં બધાં વસ્ત્રાભૂષણો લૂંટી લઈને ચાલ્યા ગયા. જ્યાં ઈર્ષ્યા હોય છે, ત્યાં પુણ્યબલ ક્ષણ થાય છે.
તેથી તેઓ ધન વગરના તથા કપડા વિનાના થઈ ગયા. આ સંસારમાં જેટલા દિવસ સુધી પુન્યનો ઉદય રહે ત્યાં સુધી જ મનુષ્ય ઋદ્ધિ પૂર્ણ રહે છે, પણ પાપનો ઉદય થતાં અર્ધ ક્ષણમાં જ સર્વ ઋદ્ધિનો નાશ થઇ જાય છે, જેવી રીતે પાણીથી ભરવાની ઘડી પળ સુધી ભરાય છે, પણ પછી એક ક્ષણમાં ખાલી થઈ જાય છે; તેવીજ રીતે સંસારના સર્વ પદાર્થોની સ્થિતિ છે.
જતે દિવસે આજીવિકાનો ઉપાય કાંઈ પણ રહ્યો નહિ, ત્યારે ઘરમાં તે ત્રણ બંધુઓ આમતેમ શોધવા લાગ્યા. શોધતાં શોધતાં એક વીંટી હાથ આવી. તે વેચીને તેઓ ત્યાંથી આજીવિકા માટે કુટુંબ સહિત નીકળ્યા. અને માળવદેશમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org