________________
ધન્યકુમાર બાંધવોને સન્માને છે
૧૯૭
પોતાના ઢોર-ઢાંખર ઇત્યાદિની આજીવિકા માટે જેવી રીતે ફળ રહિત વૃક્ષોને છોડી દઇને પંખીઓ અન્ય વૃક્ષમાં વાસ કરવા જાય તેવી રીતે બીજા બીજા ગામોમાં જવા લાગ્યા.
તૃણ તથા ધાન્યનો ક્ષય થવાથી ઉદરપૂર્ત્તિના અભાવે જેવી રીતે સરોવરમાં પાણીના અભાવે માછલાં વગેરે જળચર જીવો મરી જાય છે, તેવી રીતે હાથી, અશ્વાદિક પશુઓ કોઇ ક્ષુધાથી, કોઈ તૃષાથી, કોઇ દુષ્કાળમાં ઉત્પન્ન થયેલા રોગાદિકથી મૃત્યુ
પામવા લાગ્યા.
ખરે જ પૂર્વસંચિત સુકૃત્ય સિવાય પ્રાપ્ત થયેલી સંપદાનું રક્ષણ કરવાને કોઇ સમર્થ નથી. ધનદત્તના આદિ સેવકો પણ આજીવિકા નહિ મળવાથી તેમને ત્યજી દઇને બીજે ચાલ્યા જવા લાગ્યા. ઉપરાઉપરી દુષ્કાળો પડવાથી ક્ષુધાતુર થયેલા ભિલ્લાદિકોએ તે ત્રણે ભાઇઓની આજ્ઞામાં રહેલા સર્વ ગામોને લૂંટવા માંડ્યા.
આમ ગામોને લૂંટાતા સાંભળીને કોઇ પણ સાર્થવાહ તે રસ્તે પોતાનો સાર્થ લઇને પણ નીકળતો નહિ. કોઈની પણ અવરજવર નહિ થતાં લોકો કોની સાથે ક્રયવિક્રય કરે ? તેથી વ્યાપારીઓ પણ ધનદત્તના ગામોને ત્યજીને અન્ય સ્થળોમાં જઇને વસ્યા. ચોર લોકો રાત્રે ખાતર પાડીને ઘર લૂંટતા હતા, તે ભયથી કેટલાકો તે ગામો છોડી દઇને બીજે નાશી જવા લાગ્યા.
કેટલાક સામાન્ય વર્ગના ગરીબ માણસો મજૂરી કરીને આજીવિકા ચલાવનારા હતા, તેઓની પાસે વ્યાપારીઓના અભાવે મજૂરી કોણ કરાવે ? તેથી તેઓ પણ તે ગામો છોડીને નાશી
જવા લાગ્યા.
આમ નિર્ભાગ્યના યોગથી તેઓ સંપૂર્ણ નિર્ધન થઈ ગયા એટલે ધનદત્ત આદિ વિચારવા લાગ્યા; આપણે કૌશાંબીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org