________________
માલવેશ્વરનું રાજગૃહિમાં આતિથ્ય સત્કર....
૧૯૧ છું, દોષને પાત્ર છું, તે મારો દોષ સ્વામીએ ખમવો એવી મારી વિનંતી છે. આપની કૃપાનું વર્ણન હું મારા એક મુખથી કહેવાને કેવી રીતે સમર્થ થઈ શકું ? આપની કૃપા તો મને હંમેશાં યાદ આવે છે. હું ઉજ્જયિની છોડીને જે બહાર નીકળ્યો, તે મારાં અશુભોદયનાં કારણે, તેમાં આપને કાંઈ પણ દોષ દેવા જેવું છે જ નહિ. કર્મની ગતિ વિષમ છે. ત્યારપછી અનેક દેશ-દેશાંતરમાં ભમતાં ભમતાં જુદા જુદા સ્થાને રહેવાની વ્યગ્રતા, મનની અસ્તવ્યસ્તતા, અધિક અધિક વાત્સલ્ય કરવા છતાં ઉપેક્ષા, પરાધીનપણું અને આપની રજા વગર ચાલી નીકળ્યો તેથી થતી શરમ-ઈત્યાદિ કારણોથી આ બાળકની તે તે સ્થળનાં અન્ન-પાણી લેવાની ઈચ્છા વધી નહિ. વળી કર્માનુસાર અજ્ઞોદકના સંબંધથી તથા ક્ષેત્રસ્પર્શનાના યોગની પ્રબળતાથી હું અહિં રાજગૃહીમાં આવ્યો. મગધાધિપતિ મહારાજની કૃપાવડે હું અહીં આનંદથી રહું છું, આપની જેમ જ શ્રેણિક મહારાજાની પણ મારા ઉપર બહુ કૃપા છે.”
પ્રદ્યોતનરાજાએ મગધાધિપની પાસે જઈ જરા હસીને માથું ધુણાવીને કહ્યું : “અહો ! વશીકરણ કરવાની તમારી કળા બહુ ઉત્તમ દેખાય છે કે જેથી બે હાથવડે છાયા કરીને રાખેલા અને રાજ્યના સાતે અંગોની ધુરાને ધારણ કરનારા ધન્યકુમારને અમે કહ્યા, છતાં પણ તેઓ અમને છોડી દઈને વગર બોલાવ્યા તમારી પાસે આવીને રહ્યા છે. તેઓ અમારા રાજ્યના અલંકારભૂત હતા, તેને તમે કોઈ વિશિષ્ટ ઉપાયથી વશીકરણ પ્રયોગવડે એવા વશ કરી લીધા છે કે જેથી તે અમારું નામ પણ સંભારતા નથી અને અહીં સ્થિર થઈને રહે છે. તેઓ સ્વપ્નમાં પણ બીજે જવાની ઈચ્છા કરતા નથી, તેથી આમાં તો તમારી કોઈ અભુત કળા દેખાય છે. જે રાજા ડાબી અને જમણી બંને બાજુએ બુદ્ધિના નિધાન એવા અભયકુમાર અને ધન્યકુમારને રાખે છે તેને કોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org