________________
૧૯૨
કુમાર ચરિત્ર
ભય રહે ? તેના રાજ્યમાં કયું દુઃખ હોય ? તમે તો પ્રબલ ભાગ્યશાળી છો.’
પ્રદ્યોતનરાજાનું આ કથન સાંભળીને મગધાધિપે કહ્યું : ‘મહારાજ ! આપે જે કહ્યું તે બરોબર છે, કારણકે જ્યારે આપે અભયને ત્યાં રાખ્યો ત્યારે આ ગામમાં જે ઉલ્લંઠો અને ધૂર્તો હતા તે બધા સજ્જ થઇને સમગ્ર નગરમાં વિટંબના કરવા લાગ્યા. એક ધૂર્તે તો પટકળા તથા વચન રચનાવડે મને પણ ચિંતારૂપી ખાડામાં પાડ્યો હતો, તેને જીતવાને કોઈ સમર્થ નહોતું, તે સમયે આ બુદ્ધિશાળીએ બહાર આવીને ધૂર્તનો પરાજય કર્યો, અને મને નિશ્ચિંત કર્યો. મારા રાજ્યની આબરૂ સાચવી. મેં પણ મારી કન્યા ધન્યકુમારને આપીને સ્નેહસંબંધવડે તેમને બાંધીને રાખેલા છે, તો પણ વચમાં કેટલાક વખત સુધી મને તથા ધન કુટુંબાદિક સર્વને ત્યજી દઇને તેઓ કાંઇક ચાલ્યા ગયા હતા, તેથી આપને પણ મનમાં ઓછું લાવવા જેવું નથી.’
ત્યારપછી કેટલોક સમય વહી ગયો ત્યારે પાંચ કન્યા પરણીને મોટી વિભૂતિ સહિત તેઓ અહીં પાછા આવ્યા છે. ત્યારપછી અભય પણ અહીં આવ્યો. તમારી સાથેના સંબંધની વાત કોઇ દિવસ પણ તેમણે મને કહી નથી. તેથી મહારાજે આજે એવી શિખામણ એને આપવી કે જેથી ફરીથી એવું ન કરે!”
પ્રદ્યોતનરાજાએ કહ્યું : મગધાધિપ ! હવે તે તેવું કરશે જ નહિ. વશીકરણ કરવામાં કુશળ એવા તમારા અને અભયકુમારના સ્નેહપાશમાં બંધાયેલા તે હવે બીજે કાંઈ જશે જ નહિ એવો મને દૃઢ વિશ્વાસ છે.’
આ પ્રમાણે સભામાં બેઠેલા પ્રદ્યોતનરાજાએ તથા શ્રેણિકે ધન્યકુમારની પ્રશંસા કરી. અવસર થયો એટલે સભાજનોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org