________________
૧૯૪
ધન્યકુમાર ચરિત્ર સવારે પ્રભાતિક રાગો વગાડતાં વાજીંત્રોના શબ્દો સાંભળીને નિદ્રાને ત્યજી દઈ, પ્રભાતનાં કૃત્યો કરીને ફરી રાજસભામાં આવ્યા.
આ પ્રમાણે નવાં નવાં વસ્ત્રો, અલંકારો, વાહન, ગીત, વાજીંત્ર, અદ્ભુત રસોઈ વગેરેની ગોઠવણીથી ઘણી ઘણી રીતે શ્રેણિક રાજાએ મહારાજા ચંડપ્રદ્યોતનો સત્કાર કરીને પરસ્પરની પ્રીતિલતામાં વૃદ્ધિ કરી; વળી હંમેશાં નિઃશલ્યપણે હૃદયમાં રહેલી ગુપ્ત વાર્તાઓ કહીને બંધાયેલી પ્રીતિને વિશેષ દૃઢ કરી.
તેઓએ અન્યોઅન્ય કોઇ પણ જાતનો આંતરો રહેવા દીધો નહીં. આમ અનેક પ્રકારની સેવા કરીને પ્રદ્યોતનરાજાને પ્રસન્ન કર્યા, જેથી બંનેનું એક રાજ્ય હોય તેમ બંનેને બહુ સ્નેહસંબંધ થયો આમ દિવસો ઉપર દિવસો આનંદમાં વીતવા લાગ્યા.
કેટલાક દિવસો વીત્યા બાદ પ્રદ્યોતનરાજાને પોતાના દેશ માલવ પ્રત્યે જવાની ઈચ્છા થઇ. ‘ગુપ્ત રીતે મારે અહીં આવવાનું થયું છે, તેથી હવે ઘેર જવું તે શ્રેષ્ઠ છે.' તેમ વિચારીને પ્રદ્યોતનરાજાએ શ્રેણિકરાજાને કહ્યું : ‘રાજન્ ! સજ્જનની સંગતિમાં જતા કાળની ખબર પડતી નથી; તમારો, ધન્યકુમારનો તથા અભયકુમારનો વિરહ કોણ ઇચ્છે ? પણ શું કરૂં ? ઉજ્જયિનીનું રાજ્ય સૂનું પડ્યું છે, કોઇને સોંપીને આવ્યો નથી; વળી છળવડે હું અહિં અપહરણ કરીને લવાયો છું. તેથી લોકો પણ અનેક પ્રકારની વાતો કરતા હશે ? માટે હવે આપ મને જવાની સમ્મતિ આપો, કે જેથી હું સ્વદેશમાં જાઉં.'
આમ અનુજ્ઞા માગ્યાં છતાં મગધેશ્વર શ્રેણિકે અને અભયકુમારે આગ્રહ કરીને કેટલાક દિવસો સુધી તેમને વધારે
રાખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org